જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીમાં ચણા રજીસ્ટ્રેશનમાં બ્લોક અંગે ખેતીવાડી અધિકારી દ્રારા સ્પષ્ટતા

જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીમાં ચણા રજીસ્ટ્રેશનમાં બ્લોક અંગે ખેતીવાડી અધિકારી દ્રારા સ્પષ્ટતા
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીમાં ચણા રજીસ્ટ્રેશનમાં બ્લોક થયેલા જૂનાગઢ તાલુકાના માંડણપરા ગામના તાજેતરમાં વિવિધ મીડિયા ના માધ્યમથી મળતા સમાચાર મુજબ ૩૦ ખેડુતો બ્લોક થયેલા હોય તેવી બાબત ધ્યાને આવેલ છે. જે સમાચાર અંગે જણાવવનું કે ખેતીવાડી ખાતામાંથી માંડણપરા ગામમાં ૨૪ ખેડુતોની બ્લોક થયાની યાદી ખરાઇ કરવા સારૂ ખેતીવાડી શાખા જુનાગઢને મળેલ છે. જેની ખરાઇ પ્રક્રીયા દરમીયાન ૨૨ ખેડુતો એ આધાર સહ વાંધા અરજી સબંધીત ગ્રામસેવકને રજુ કરેલ છે, તેમજ બાકીના ૨ ખેડુતોને નોંધણીમાં બ્લોક થયા અંગેની જાણ છે પરંતુ તેઓ વાંધા અરજી આપવા માગતા નથી તેમ જણાવેલ છે. આમ માંડણપરા ગામની તમામ અરજીઓનો જુનાગઢ ખેતીવાડી શાખા દ્વારા નિકાલ કરવામાં આવેલ છે. તથા અન્ય ગામોથી મળેલ વાંધા અરજી નિકાલ કરવાની કાર્યવાહી ચાલુ છે એમ જૂનાગઢ જિલ્લા પંચાયત, જિલ્લા ખેતીવાડી અધિકારી દ્રારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300