મુજપુર પ્રા.કન્યા શાળાના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો..

મુજપુર પ્રા.કન્યા શાળાના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો..
સમી તાલુકાના મુજપુર પ્રાથમિક કન્યા શાળા ખાતે ધો-8 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. સાથેજ શાળામાં દાતા મુકેશભાઈ પ્રજાપતિ અને મનિષભાઈ પરમાર દ્વારા તિથિભોજન આપવામાં આવ્યું હતું .કાર્યક્રમના મુખ્ય દાતા લાભુભાઈ વૈકુંઠરામ ઠાકર (હાલ અમેરિકા) તરફથી ધોરણ 8 ની તમામ દીકરીઓને સ્કૂલબેગ આપવામાં આવી. હતી.જેના સિવાય દાતાઓ મહાદેવપુરી બાવા, નારણભાઈ દલવાડી, રીનાબેન દરજી, બાબુભાઈ આહીર, જ્યોસ્તનાબેન નાઈ, રામાભાઈ કટારિયા, હિંમતસિંહ વાઘેલા તરફથી શાળાને રોકડ રકમ ભેંટ આપવામાં આવી હતી.શાળામાં 26મી જાન્યુઆરીના દિવસે ભાગ લીધેલ તમામ બાળકોને ચોપડા, બોલપેન અને થેલા આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે દાતાઓ નો શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300