ભુતિયા પ્રા શાળા ના વિદ્યાર્થીની નેશનલ કક્ષાએ હેન્ડબોલ ટીમમાં પસંદગી

ભુતિયા પ્રા શાળા ના વિદ્યાર્થીની નેશનલ કક્ષાએ હેન્ડબોલ ટીમમાં પસંદગી. “ઋત્વિકની સબ જુનિયર બોયઝ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ગુજરાત ટીમમાં પસંદગી.” પાલીતાણા તાલુકાની ભૂતિયા ગામની પ્રાથમિક શાળા માં ધોરણ-8 માં અભ્યાસ કરતો સાધારણ ખેડૂત પરિવારના પુત્રે પોતાની મહેનત અને પ્રતિભાથી ભુતિયા ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે. હવે તે 39મી સબ જુનિયર બોયઝ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ગુજરાત ટીમ( અંડર -15) માં ઓડિશાના કેઓન્ઝાર શહેરમાં 8 એપ્રિલથી 12 એપ્રિલ,2025 દરમિયાન મેદાનમાં ઉતરશે. ઋત્વિક નો ખેલ મેદાનનો સફર ભુતિયા પ્રા.શાળાના ધુળીયા મેદાનથી ગુજરાતના સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા આયોજિત 2024-25ની રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્કૂલ ગેમથી શરૂ થયો હતો. ત્યાંથી તેની પસંદગી અન્ડર-14 ગુજરાત ટીમ માટે થઈ હતી અને તેણે છત્તીસગઢમાં યોજાયેલી નેશનલ કક્ષાની હેન્ડ બોલની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. માત્ર એક જ વર્ષમાં બે વખત રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થવો એ ઋત્વિક માટે એક અસાધારણ સીધી છે. જેમાં માત્ર રમતગમત નહીં,પણ લગન,શ્રમ અને સંઘર્ષની સાકાર છબી જોવા મળે છે. ભૂતિયા શાળા અને ગામ વચ્ચે આજે ગૌરવની લાગણી છવાઈ છે. એક નાના ભૂતિયા ગામના પ્રાથમિક શાળાના ધૂળિયા મેદાનથી શરૂ થયેલી ઋત્વિક ની સફર એ સાબિત કરે છે કે મહેનત અને હોસલા થી જોયેલા સ્વપ્ન વાસ્તવિકતા બનતા વાર નથી લાગતી. ઋત્વિકની કહાની યે દરેક માટે પ્રેરણા સ્ત્રોત છે ગુજરાત માટે માત્ર સ્પર્ધા નથી આ છે ઋત્વિક જેવા કેટલાય ગામડાના સપના નું પ્રતિનિધિત્વ! શાળાના આચાર્ય શ્રી-કોચ- લક્ષ્મણભાઈ કાચરીયાની સતત મહેનત અને શાળાના શિક્ષકોના માર્ગદર્શન થી ઋત્વિકે શાળા અને ગામનું ગૌરવ વધારેલ છે. ઋત્વિક ને હરહંમેશી શુભકામનાઓ તું ખેલ,તું ગુજરાતની ટીમમાં સારું પ્રદર્શન કરે.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300