ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી ની અધ્યક્ષતામાં તા. ૮ માર્ચના યોગ સંવાદ યોજાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી ની અધ્યક્ષતામાં તા. ૮ માર્ચના યોગ સંવાદ યોજાશે
જૂનાગઢ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શિશ પાલની અધ્યક્ષતામાં આગામી તારીખ ૮ માર્ચના રોજ સાંજના ચાર થી છ કલાક દરમિયાન ફળદુવાડી ગ્રીન સિટી પાસે, જૂનાગઢ બાયપાસ રોડ જૂનાગઢ ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાશે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો થી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે રમત ગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. જેનું હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નીરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી ની અધ્યક્ષતામાં યોજાનાર આ યોગ સંવાદનો મુખ્ય હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય એ માટેનો છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300