પદ્મશ્રી જગદીશ ત્રિવેદીને બ્રહ્મરત્ન પરશુરામ એવોર્ડ એનાયત

પદ્મશ્રી જગદીશ ત્રિવેદીને બ્રહ્મરત્ન પરશુરામ એવોર્ડ એનાયત
Spread the love

પદ્મશ્રી જગદીશ ત્રિવેદીને બ્રહ્મરત્ન પરશુરામ એવોર્ડ એનાયત

પ્રખર રાષ્ટ્રપ્રેમી , પ્રખ્યાત ધારાશાસ્ત્રી અને ભૂતપૂર્વ સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે એમના સુપુત્ર અંશ ભારદ્વાજ અને પરશુરામ યુવા સંસ્થાન તરફથી પ્રતિ વર્ષ પાંચ બ્રહ્મરત્નને પરશુરામ એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવે છે.
ર૦૨૫ નો આ એવોર્ડ સમારોહ તા. ૦૨/૦૪/૨૫ ના રોજ રાજકોટ ખાતે યોજાયો હતો જેમાં શિક્ષણ, કલા, સમાજસેવા, વિજ્ઞાન અને ઉદ્યોગ એમ કુલ પાંચ ક્ષેત્રોમાં પાંચ સ્વનામધન્ય ભૂદેવોનું પરશુરામ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં સમાજસેવાનાં ક્ષેત્રમાં ડો. જગદીશ ત્રિવેદીને આ એવોર્ડ એનાયત થયો હતો.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, સંત શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી, ડો. લંકેશબાપુ, પૂજ્ય જયંતિરામબાપા તેમજ રાજકોટના મેયર, ધારાસભ્ય અને વિધવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ એવોર્ડ અર્પણ થયો ત્યારે વિશાળ સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યાં હતા.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!