મે બસાના ચાહતા હું સ્વર્ગ ધરતી પર આદમી જિસમે રહે બસ આદમી બનકર

૨૪ જુલાઈ ૧૯૩૭ ના રોજ હાલના પાકના ખૈબર પ્રાંતમાં જન્મેલા હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી દિલીપકુમારની શબનમ ફિલ્મ જોવા ગયા. ફિલ્મમાં દિલીપ સાહેબનું ફિલ્મી નામ મનોજ હતું. દિલીપ સાહેબના આપણી જેમ જબરા આશીક હરિકૃષ્ણ ગિરીએ પોતાનું નામ બદલી મનોજ કુમાર રાખી દીધું. પોતાના આદર્શ દિલીપ સાહેબને લઈને ૧૯૮૧ માં એક મલ્ટીસ્ટાર ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું. શશીકપુર દિલિપકુમાર શત્રુધ્નસિંહા હેમા પરવીનબાબી જેવા કલાકારો લઈ ફિલ્મ બનાવી ક્રાંતિ.૧૯૫૭ ની ફેશનથી ફિલ્મ જગતમાં પ્રવેશ્યા . ફિલ્મમાં મનોજે એક લંગડા ભિખારીની ભુમિકા ભજવી હતી. કોઈનું ધ્યાન પડ્યું નહી પછી” પંચાયત “” સહારા”” ચાંદ” ” શાદી” ” ગૃહસ્થી” ” કાચ કી ગુડિયા”” બનારસી ઠગ”” નકલી નવાબ” માં કામ કર્યું ફિલ્મો ખાસ ચાલી નહી.
૧૯૬૫ માં આવેલી “શહીદ ‘ માં ભગતસિંહની ભુમિકા કરી ફિલ્મ હિટ રહી ફિલ્મના ગીતો પણ સુપરહિટ રહ્યા
પોતાની વિશાલ ઇન્ટરનેશનલ પ્રોડક્શન ના બેનર નીચે અનેક સુપર હિટ ફિલ્મો બનાવી
તેમની લાલ બહાદુર શાસ્ત્રીજીના પ્રખ્યાત અને જાણીતા નારા જય જવાન જય કિસાન પર આધારિત શાસ્ત્રીજીના સુચન પર ફિલ્મ ઉપકાર બનાવી ફિલ્મ બની પણ મનોજ શાસ્ત્રીજીનું અચાનક નિધન થતા પોતાની ફિલ્મ શાસ્ત્રીજીને બતાવી શક્યા નહી.
ફિલ્મ સુપર દુપર હિટ રહી મોટેભાગે ખલનાયક તરીકે ચમકતા પ્રાણ સાહેબને પોઝિટિવ મલંગ ચાચાની ભુમિકા આપી પ્રાણ સાહેબ પર ફિલ્માવેલુ ગીત આજે પણ આપણા મનમસ્તીકને સુન્ન કરી દે છે ” કસમે વાદે પ્યાર વફા સબ બાતે હૈ બાતોં કા ક્યાં”
” દેતે હે ભગવાન કો ધોખા ઇન્સા કો ક્યા છોડેગે”
બીજું સુપર હિટ ગીત મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી આજે પણ દેશભક્તિના પ્રયાય ગીતોમાં ટોચ પર છે. મનોજે પોતાની ફિલ્મો દેશભકિત સાથે સામાજિક સમસ્યાઓનું કોકટેલ કઈ અજબ રીતે પેશ કરતા હતા ગીતસંગીત પર ગીતકારો પર મનોજ વિશેષ ધ્યાન આપતા હતા. પૂરબ ઓર પશ્ચિમ ઉપકાર રોટી કપડાં ઓર મકાન ક્રાંતિ દસનંબરી શોર હરિયાળી ઓર રાસ્તા દો બદન વો કોણ થી? પહેચાન સાજન પથ્થર કે સનમ નીલકમલ ગણી શકાય
છેલ્લે મેદાને જંગમાં મનોજ કુમાર દેખાયા હતા.
મનોજની “શહીદ” ને રાષ્ટ્રીય એકતા ઉપરની શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો ફિલ્મ ” ઉપકાર” ને પણ સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય ફિલ્મ તરીકે બીજા નંબરનો પુરસ્કાર મળ્યો હતો
મધ્યપ્રદેશ સરકારે મનોજને ૨૦૦૮ માં કિશોર કુમાર પુરસ્કાર એનાયત કર્યો હતો અને મહારાષ્ટ્ર સરકારે મનોજને રાજકપુર પુરસ્કાર એનાયત કર્યો હતો.૧૯૯૨ માં ભારત સરકારે મનોજને પદમશ્રી એવોર્ડ એનાયત કર્યો હતો ૨૦૦૮ માં મધ્યપ્રદેશ સરકારે મનોજના નામ ઉપર એક લાખ રૂપિયાના મનોજ કુમાર એવોર્ડની ઘોષણા કરી હતી.૨૦૧૧ માં સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ ના પ્રયત્નો પછી શિરડીમાં પીપલવાડી રોડને મનોજકુમાર ગોસ્વામી રોડ નામ આપવાના આવ્યું હતું
૨૦૧૫ માં મનોજકુમારને ભારતીય સિનેમામાં યોગદાન બદલ સર્વોચ્ચ ” દાદા સાહેબ ફાળકે”એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
આપણા સુપર સ્ટાર અમિતાભ પણ મનોજે ડાયરેકટ કરેલી રોટી કપડાં ઓર મકાન માં કામ કરી ચુક્યા છે અમિતાભ દિલીપકુમાર શશીકપુર શત્રુધ્ન સિહા જેવા નામી ધુરંધરો મનોજના હાથ નીચે કામ કરી ચુક્યા છે.
ભરત અને પશ્ચિમની સંસ્કૃતિઓનો તફાવત મનોજ બહુ સારી રીતે સમજાવી ગયા છે
ભારત કા રહેને વાલા હું ભારત કી બાત સુનાતા હું.
આલેખન : અબ્બાસ કૌકાવાલા. સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300