પાટણ જિલ્લામાં ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમનું આયોજન કરાશે

પાટણ જિલ્લામાં પોલીસ વિભાગ અને આઈ.ટી.આઈ.માં ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમનું આયોજન કરાશે
એકાત્મ અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા સંતુલિત જીવન માટે ધ્યાનની તાલીમ આપવામાં આવશે
જિલ્લાના શંખેશ્વર અને હારીજ પોલીસ સ્ટેશન તેમજ શંખેશ્વર, હારીજ અને સમી આઈ.ટી.આઈ.માં તેમજ તા.15, 16 અને 17 એપ્રિલના રોજ સિદ્ધપુર અને પાટણ પોલીસ સ્ટેશન અને આઈ.ટી.આઈ.માં ગુજરાત સરકાર દ્વારા હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ધ્યાન શીખવવામાં આવશે..
પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ પોલીસ સ્ટેશન અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.)માં ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.7, 8 અને 9 એપ્રિલ દરમિયાન પાટણ જિલ્લાના શંખેશ્વર અને હારીજ પોલીસ સ્ટેશન તેમજ શંખેશ્વર, હારીજ અને સમી આઈ.ટી.આઈ.માં તેમજ તા.15, 16 અને 17 એપ્રિલના રોજ સિદ્ધપુર અને પાટણ પોલીસ સ્ટેશન અને આઈ.ટી.આઈ.માં ગુજરાત સરકાર દ્વારા હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ધ્યાન શીખવવામાં આવશે.
હાર્ટફુલનેસ સંસ્થાના સર્ટિફાઇડ ટ્રેનર્સ દ્વારા પોલીસ વિભાગમાં કાર્યરત અધિકારીઓ અને જવાનો તેમજ તેમના પરિવારજનોને તણાવ પ્રબંધન કરી સંતુલિત જીવન માટે આધ્યાત્મિક વિકાસ થાય એ ઉદ્દેશ્યથી હૃદય આધારિત ધ્યાન પદ્ધતિની તાલીમ આપવામાં આવશે. એજ રીતે આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ધ્યાન દ્વારા નૈતિક મૂલ્યોનુ સિંચન થાય એની તાલીમ આપવામા આવશે. ત્રણ દિવસ માટે આયોજિત થનાર આ સત્રોમાં વિદ્યાર્થીઓને ધ્યાન પદ્ધતિ સાથે વિઝડમ આધારિત નોલેજ અને બાયો-ચાર આધારિત ખેતી પદ્ધતિનું જ્ઞાન પણ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એકાત્મ અભિયાન અંતર્ગત હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષકો ગુજરાત સરકારના વિવિધ વિભાગોના સહયોગથી જુદા જુદા જિલ્લાઓમાં ધ્યાનનું પ્રશિક્ષણ આપી રહ્યા છે. જે અન્વયે પાટણ જિલ્લામાં પણ એપ્રિલ માસમાં પોલીસ વિભાગ અને આઇ.ટી.આઇ. ખાતે ત્રણ દિવસ માટે ધ્યાન સત્રોનું આયોજન કરવામા આવ્યુ છે. જેમાં બહોળી સંખ્યામાં પોલીસ અને તેમના પરિવારજનો તેમજ વિદ્યાર્થીઓ લાભ લેશે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300