શાપુરમાં જવાહર વિનય મંદિર શાળામાં એક મંચ અનેક રંગ શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો

શાપુરમાં જવાહર વિનય મંદિર શાળામાં એક મંચ અનેક રંગ શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ : શાપુરમાં આવેલ જવાહર વિનય મંદિર શાળામાં તાજેતરમાં એક મંચ અનેક રંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વાલીઓનો શિક્ષણ પ્રત્યે દ્રષ્ટિકોણ બદલે તે હેતુથી અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.
તેમજ રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર કાર્યરત અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, સ્ટેમ લેબ, રોબોટિક્સ લેબ, વિવિધ વિષયોના પ્રોજેક્ટ્સ, વાલી અને શિક્ષક પરિસંવાદ, પુસ્તક પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
આ ઉપરાંત રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્ટેમ ક્વિઝ, ખેલ મહાકુંભ, કલા મહાકુંભ જેવી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા અને ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ નિવૃત્ત થઇ રહેલા શિક્ષકશ્રી સહિતનાને વિદાયમાન આપવામાં આવ્યું હતું. તેમજ ગામ અને શાળાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપેલ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢમાંથી ભરતભાઈ નેસિયા હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચશ્રી, શાળાના આચાર્યશ્રી, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300