હારીજ : પાલિકા પ્રમુખ સામે આક્ષેપ કરતાં વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયાં..

હારીજ : પાલિકા પ્રમુખ સામે આક્ષેપ કરતાં વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયાં..
Spread the love

હારીજ નગરપાલિકા ના વિપક્ષ નગરસેવક દ્રારા પાલિકા પ્રમુખ સામે આક્ષેપ કરતાં વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયાં..

પ્રમુખ પોતાના વોડૅ વિસ્તારના વિકાસ સિવાય અન્ય વિસ્તાર સામે ઓરમાયું વતૅન રાખે છે.


હારીજ નગરપાલિકામાં વિવાદ સર્જાયો છે વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના કોર્પોરેટર બિપિન રાવલે નગરપાલિકા પ્રમુખ સામે ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે સોશિયલ મીડિયામાં ત્રણ વિડિયો શેર કરીને આ મુદ્દો ઉઠાવ્યો છે.
તેઓના જણાવ્યા અનુસાર, નગરપાલિકા પ્રમુખ માત્ર પોતાના વોર્ડ નંબર 5 માં જ વિકાસ કાર્યો કરાવે છે. અન્ય વિસ્તારોમાં કોઈ કામગીરી થતી નથી. ખાસ કરીને સોમનાથ નગરમાં ગંભીર સમસ્યાઓ છે. અહીંના મુખ્ય માર્ગ પર ગટર ઉભરાવાની સમસ્યાથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે.
સોમનાથ-2 વિસ્તારમાં ત્રણ કોર્પોરેટર (એક ભાજપ અને બે કોંગ્રેસના) રહે છે, છતાં પાલિકા તેમની ફરિયાદો સાંભળતી ન હોવાના આરોપ મૂક્યો છે કે જ્યારે પાલિકામાં ચૂંટાયેલી બોડી નહોતી અને વહીવટદાર હતા, ત્યારે કામગીરી વધુ સારી રીતે થતી હતી.
કોર્પોરેટરે વધુમાં જણાવ્યું કે વોર્ડ 5ની રજૂઆતો તરત જ ધ્યાને લેવાય છે, જ્યારે અન્ય વોર્ડની અવગણના કરવામાં આવે છે. તેમણે પાલિકા પ્રમુખ પર પક્ષપાતી વર્તન કરવાનો આરોપ મૂકતા સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ કરતાં હારીજ નું સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

રીપોર્ટ : અનિલ રામાનુજ. પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!