ચૈત્રી નવરાત્રીઃ પાંચમા નોરતે સ્કન્દમાતાની ઉપાસના

ચૈત્રી નવરાત્રીઃ પાંચમા નોરતે સ્કન્દમાતાની ઉપાસના
Spread the love

ચૈત્રી નવરાત્રીઃ પાંચમા નોરતે સ્કન્દમાતાની ઉપાસના

સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા
શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની..
.
નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના પાંચમા દિવસે જેની ઉપાસના કરવામાં આવે છે તે સ્કન્દમાતાના સ્વરૂપ વિશે ચિંતન કરીએ. ધર્મશાસ્ત્રોમાં નવરાત્રી-પૂજનના પાંચમા દિવસને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે.વ્યવહારમાં સંતાનને જન્મ આપ્યા પછી દરેક સ્ત્રી સ્કંદમાતાનું રૂપ બની જાય છે.
.
ર્માં દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંન્દમાતા તરીકે ઉપાસના કરવામાં આવે છે.ભગવાન સ્કંન્દ કાર્તિકેય નામથી ઓળખાય છે.કાર્તિકેય દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા.પુરાણોમાં તેમને કુમાર અને શક્તિધર કહીને તેમની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.તેમનું વાહન મોર છે.ભગવાન સ્કંન્દની માતા હોવાના કારણે ર્માં દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંન્ધ માતાના નામથી જાણવામાં આવે છે.તેમની ઉપાસના નવરાત્રીના પાંચમા દિવસે કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન વિશુદ્ધ-ચક્રમાં અવસ્થિત હોય છે.આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકની તમામ બાહ્યક્રિયાઓ તથા ચિત્તવૃત્તિઓનો લોપ થઇ જાય છે અને તે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપની તરફ આગળ વધી રહ્યા હોય છે.તેમનું મન તમામ લૌકિક સાંસારીક માયિક બંધનોથી વિમુક્ત થઇને પદ્માસના સ્કંન્ધમાતાના સ્વરૂપમાં તલ્લિન થઇ જાય છે.આ સમયે સાધકે પૂર્ણ સાવધાનીની સાથે ઉપાસના કરવી જોઇએ.પોતાની તમામ ધ્યાનવૃત્તિઓ એકાગ્ર કરીને સાધનાના માર્ગ ઉપર આગળ વધવું જોઇએ.તેમના ચિત્ર કે મૂર્તિમાં જોઇએ તો ભગવાન સ્કંન્દજી બાળકરૂપમાં તેમના ખોળામાં બેઠેલા હોય છે.
.
સ્કંન્દમાતૃસ્વરૂપિણી દેવીને ચાર હાથ છે.તેમના જમણી તરફના ઉપરના હાથથી ભગવાન સ્કંન્દને ખોળામાં બેસાડી પકડેલા છે અને જમણી તરફનો નીચેનો હાથ કે જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું પુષ્પ ધારણ કરેલ છે.ડાબી બાજુનો ઉપરવાળો હાથ આર્શિવાદ આપતી મુદ્રામાં તથા નીચેનો હાથ કે જે ઉપરની તરફ ઉઠેલો છે તે હાથમાં કમળનું પુષ્પ ધારણ કરેલ છે.તેમનો વર્ણ પૂર્ણતઃ શુભ્ર છે તેથી આ દિવસનો રંગ સફેદ છે જે શાંતિ-વફાદારી અને શાણપણ દર્શાવે છે.આ દિવસે સ્કંદમાતાની મૂર્તિ સફેદ સાડી થી શણગારવામાં આવે છે.તે કમળના આસન ઉપર બિરાજમાન છે તેથી તેમને પદ્માસના-દેવી પણ કહેવામાં આવે છે.સિંહ તેમનું વાહન છે.
.
નવરાત્રીના પાંચમા દિવસે સ્કંન્દમાતાની ઉપાસના કરવાથી ભક્તોની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ મૃત્યુલોકમાં જ તેમને પરમશાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે.મોક્ષનું દ્વાર તેમના માટે સુલભ થઇ જાય છે.સ્કંન્દમાતાની ઉપાસના કરવાથી બાળસ્વરૂપ સ્કંન્ધ ભગવાનની ઉપાસના આપોઆપ થઇ જાય છે.સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના લીધે તેમનો ઉપાસક અલૌકિક તેજ તથા ક્રાંતિથી સંપન્ન થાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્યભાવથી હંમેશાં તેમની ચારે બાજુ પરીવ્યાપ્ત રહે છે.આ પ્રભામંડળ પ્રતિક્ષણ સાધકના યોગક્ષેમનું નિર્વહન કરે છે એટલે અમારે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને ર્માં ની શરણમાં આવવાનો પ્રયત્ન કરવો જોઇએ.ઘોર ભવસાગરના દુઃખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સુલભ કરવાનો આનાથી ઉત્તમ કોઇ ઉપાય નથી.
.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!