સિધ્ધપુર ના સુજાણપુરા ગામે તસ્કરોએ દાગીનાઅને રોકડની ચોરી કરતા પોલીસ તપાસ.

સિધ્ધપુર ના સુજાણપુરા ગામે તસ્કરોએ દાગીનાઅને રોકડની ચોરી કરતા પોલીસ તપાસ.
રાત્રી દરમિયાન મકાનના પાછળના દરવાજેથી બારી તોડી અંદર ઘુસી ચોરીને અંજામ આપ્યો.
સિધ્ધપુર તાલુકાના સુજાણપુરા ગામે રાજપૂત વાસમાં રાત્રી દરમિયાન ચોરીની ઘટના બનવા પામી હતી જેમાં અજાણ્યા ઈસમોએ મકાન ના પાછળ ના ભાગે બારી તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ રોકડ રકમ તથા સોના ચાંદી ના દરદાગીના ની ચોરી કરી પલાયન થઈ જતાં વહેલી સવારે મકાન માલિક પશુપાલન દ્હોવા જવાનું હોવાથી ઉઠીને રસોડામાં ચા મુકવા જતા ગેસ ચાલું ન થતાં બાટલો બહાર પડેલ હોવાથી ચેક કરવા જતા પાછળ ના ભાગ ની બારીની ગ્રીલ તુટેલી હાલતમાં હતી અને સરસામાન વેરવિખેર પડેલ હોય પુત્ર ને જગાડી લાઇટ કરી ચેક કરતા અંદર ત્રણ તિજોરી તુટેલી હાલતમાં હતી જેમાં ચેક કરતા રોકડ રકમ અને સોનાચાંદીના દાગીનાની ચોરી થયાનું જાણવા મળતા સિધ્ધપુર પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કોર વોર્ડ ની મદદ લઈને અજાણ્યા તસ્કરો ને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.
સિધ્ધપુર તાલુકાના સુજાણપુરા ગામે રાજપૂત વાસમાં રહેતા કેશાજી મદારજી રાજપુત ના મકાનમાં ચોરીની ઘટના બનવા પામી છે જેમાં પરિવાર ના લોકો મોડી રાત્રે સુઈ ગયા બાદ બીજા દિવસે વહેલી સવારે પશુ દોહવા ઉઠ્યા બાદ રસોડામાં ચા મુકવા જતા ગેસ ચાલું નહીં થતા બાટલો બહાર પડેલ હોવાથી ચેક કરવા જતા મકાનની પાછળના ભાગે આવેલ બારીની ગ્રીલ તુટેલી હાલતમાં હતી અને નજીકમાં ખુરશી પડેલ હોય શંકા જતા તેમના પુત્ર ને જગાડી લાઇટ ચાલુ કરી ચેક કરતા મકાનમાં રહેલ ત્રણ તિજોરી તુટેલી હાલતમાં હતી જેમાં ચેક કરતા અંદરથી ૬ હજાર રોકડ અને ૧.૨૫ લાખના સોનાચાંદીના દાગીના મળી કુલ મુદામાલ ૧.૩૧ લાખની ઉઠાંતરી કોઈ અજાણ્યા તસ્કરો કરી જતાં સિધ્ધપુર પોલીસ ને જાણ કરતા પોલીસ દોડી આવી ડોગ સ્કોર વોર્ડ ની મદદથી વધુ તપાસ હાથ ધરી છે
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300