નવસારી : સપા ના સાંસદ દ્વારા અભદ્ર ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત સમાજ દ્વારા આવેદન આપવા આવ્યું

સપા ના રાજયસભા સાંસદ રામજી લાલ સુમન દ્વારા મહાનાયક , રાષ્ટ્ર ભક્ત ,શ્રી રાણા સાંગા જી વિશે અભદ્ર ટિપ્પણી નાં વિરોધ મામલે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ટ્રસ્ટ નવસારી જિલ્લા ટીમ દ્વારા અને રાજસ્થાન રાજપૂત સમાજ દ્વારા આવેદન અપાયું.
નવસારી : અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ટ્રસ્ટ નવસારી જિલ્લા ટીમ દ્વારા અને રાજસ્થાન રાજપૂત સમાજ દ્વારા , સપા ના રાજયસભા સાંસદ રામજી લાલ સુમન દ્વારા મહાનાયક , રાષ્ટ્ર ભક્ત ,શ્રી રાણા સાંગા જી વિશે અભદ્ર ટિપ્પણી રાજ્યસભા માં કરી હતી .જેના વિરોધ માં મહામહિમ રાષ્ટ્રપતિ જી, રાજ્યસભા અધ્યક્ષ જી , પ્રધાન મંત્રી જી અને ગૃહમંત્રી જી ને સંબોધી ને વાયા RAC કલેક્ટર સાહેબ નવસારી આવેદન અપાયું. અને માગણી કરવામાં આવી છે કે રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમન ની રાજ્યસભા ની સદસ્યતા રદ્દ કરવામાં આવે,તથા દેશ દ્રોહ નું કેસ લગાડવામાં આવે.
તેમજ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ટ્રસ્ટ ના ગુજરાત પ્રદેશ વરિષ્ઠ મહામંત્રી અને નવસારી જિલ્લા અધ્યક્ષ શ્રી અનિલસિંહ ભદૌરિયા એ સરકાર શ્રી અને મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ તથા રાજ્યસભા અધ્યક્ષ જી થી માંગણી કરી છે કે લોકસભા અને રાજ્યસભા માં બિલ લાવી એવું કાનૂન બનાવો કે કોઈપણ નેતા ભવિષ્ય માં મહાપુરુષો વિશે અપમાનજનક ટિપ્પણી કરે તો એવા નેતાઓ થી 50 લાખ થી 1 કરોડ સુધી આર્થિક દંડ લાગવું જોઈએ.આ નેતા અને એના પરિવાર ના કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની ચૂંટણી નઈ લડી શકે. ચૂંટણી માટે અયોગ્ય ઘોષિત કરવામાં આવે. પ્રદેશ મહામંત્રી જણાવ્યું કે મહાસભા અને સમસ્ત ક્ષત્રિય સમાજ કોઈપણ જાતિ નું વિરોધ નથી કરતું ફક્ત ન ફકત સાંસદ રામજી લાલ સુમન નું બયાન નું વિરોધ કરે છે .
આવેદન આપવા માટે નવસારી રાજપૂત સમાજ ના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે જેમાં મહાસભા ન પ્રદેશ વરિષ્ઠ મહામંત્રી શ્રી અનિલસિંહ ભદૌરિયા, પ્રદેશ ના મુખ્ય સલાહકાર ડૉ. અશોકસિંહ ગિરાસે, જિલ્લા ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી રાજેન્દ્રસિંહ તંવર, ઉપાધ્યક્ષ શ્રી જ્વાલાપ્રસાદ સિંહ, ઉપાધ્યક્ષ શ્રી વિજયસિંહ તોમર,મહામંત્રી શ્રી દિલીપસિંહ કુશવાહ, સંગઠન મંત્રી શ્રી રાજપાલસિંહ સેંગર, અમિતસિંહ ગૌતમ,કોષાધ્યક્ષ શ્રી અશોકસિંહ તોમર પૂર્વ સંયોજક લોકેન્દ્રસિંહ તોમર, સંગઠન મંત્રી રવિન્દ્રસિંહ ગિરાસે, મહામંત્રી શિરોમનસિંહ ભદૌરિયા, યુવા સંયોજક શ્રીકાંતસિંહ ભદૌરિયા, સો.મીડિયા પ્રભારી રાહુલ સિંહ તોમર , સચિવ રામનરેશ સિંહ તોમર, સંગઠનમંત્રી યોગેન્દ્રસિંહ તોમર , રાજસ્થાન સમાજ ના પ્રમુખ શ્રી ભૂરસિંહ રાઠોડ ,સામાજિક આગેવાન શ્રી વલવંતસિંહ રાઠોડ, શ્રી પર્વતસિંહ દેવડા,દિલીપસિંહ ભદૌરિયા, નિર્ભયસિંહ સેંગર, ચતુરસિંહ ભદૌરિયા, રાકેશસિંહ તોમર,સાગરસિંહ ભદૌરિયા, પ્રતાપસિંહ સિસોદિયા, રાજેન્દ્રસિંહ તોમર, મુન્ના સિંહ ભદૌરિયા એલેક્સ સિંહ રાજપૂત, સુમેરસિંહ ભાટી, અનુપસિંહ તંવર, રામસિંહ સેંગર, ભૂપેન્દ્રસિંહ, ખજાનસિંહ પરમાર, બી.ગોહિલ,પ્રભાતસિંહ પરમાર અન્ય તમામ આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.
રિપોર્ટ : વિશાલ પટેલ, ખેરગામ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300