હેપ્પી યુથ ક્લબના હેપ્પી સ્પેરો વીક-2025નું ભવ્ય સમાપન કરાયું

હેપ્પી યુથ ક્લબના હેપ્પી સ્પેરો વીક-2025નું ભવ્ય સમાપન કરાયું
Spread the love

હેપ્પી યુથ ક્લબના હેપ્પી સ્પેરો વીક-2025નું ભવ્ય સમાપન કરાયું

ધારાસભ્ય રીટાબેન પટેલના હસ્તે પ્રકૃતપ્રેમીઓને સન્માનિત કરાયા : હેપ્પી સ્પેરો વીક દરમ્યાન ગાંધીનગરમાં વિવિધ સ્થળે હેપ્પી ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું

ગાંધીનગર : ગાંધીનગરમાં પણ સતત દસમા વર્ષે હેપ્પી યુથ ક્લબ દ્વારા માર્ચ માસમાં આવતા વિશ્વ ચકલી દિવસને અનુલક્ષીને “હેપ્પી સ્પેરો વીક-2025″ ઉજવાઈ રહ્યું છે. હેપ્પી સ્પેરો વીકનો પ્રારંભ તા. ૧૯મી માર્ચથી થયો હતો જેનું સમાપન તા.૩૧મી માર્ચ, સોમવારના રોજ યોજાયું હતું. હેપ્પી સ્પેરો વીક દરમ્યાન ગાંધીનગરના વિવિધ વિસ્તારમાં હેપ્પી ચકલી ઘર અને પક્ષી પરબ માટે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. હેપ્પી સ્પેરો વીક-2025નો સમાપન કાર્યક્રમ સે. 23માં નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે યોજવમાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન પદે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીટાબેન પટેલ અને અતિથિ વિશેષ પદે વનવિભાગની બોરીજ વાઈલ્ડ લાઈફ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવેશકુમાર ભટ્ટ, કટાર લેખક અને નિવૃત માહિતી અધિકારી પુલકભાઈ ત્રિવેદી, નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજીંગ ટ્રસ્ટી ડો. અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલે હેપ્પી યુથ ક્લબના પ્રયાસોને બિરદાવતા જણાવ્યું કે “ગાંધીનગરમાં આપણે વધુને વધુ વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ”. આરએફઓ ભાવેશભાઈ ભટ્ટે કહ્યું કે “અમને આવી સંસ્થાઓનો ખુબ સપોર્ટ મળે છે બાકી સરકારી તંત્ર એકલું બધે ના પહોંચી શકે”. પુલકભાઈએ કહ્યું હતું કે “જે પ્રકૃતિ માટે જીવે છે, એજ સાચું જીવન જીવે છે.” આ ઉપરાંત સાહિત્યકાર અને આત્મન ફાઉન્ડેશનના પ્રણેતા પ્રજ્ઞાબેન પટેલ, ગાંધીનગર સાહિત્ય સભાના પુર્વ અધ્યક્ષ અને કટારલેખક સંજય થોરાત, જાણીતા સામાજિક અગ્રણી આશાબેન સરવૈયા, સ્નેક રેસ્ક્યુઅર પ્રદીપસિંહ સોલંકી, સરકારી વિજ્ઞાન કોલેજની ઇકો ક્લબના કોઓર્ડીનેટર પ્રજ્ઞાબેન પ્રજાપતિ, ગાંધીનગર ચમકાવવું છે – જીસીસી ગ્રુપના પ્રણેતા મેહુલ તુવાર, સદગમય ગૃપના જીગ્નેશભાઈ પટેલ, એમ.કે. ફાઉન્ડેશનના પ્રણેતા મહેન્દ્રભાઈ ચૌહાણ, હેપ્પી યુથ ક્લબના પ્રમુખ સમીર રામી સહીત વિવિધ પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓના અગ્રણીઓ અને હેપ્પી યુથ ક્લબના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

હેપ્પી સ્પેરો વીકના સમાપને બે વ્યક્તિઓને “ચકલી મિત્ર”ના ઉપનામથી સન્માનવામાં આવ્યાં હતા જેમાં કલ્પેશ જોષી અને કિરીટભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે હેપ્પી સ્પેરો વીકના સ્પોન્સર્સ રાજવી ફૂડ કોર્નરના ગજેન્દ્રસિંહ બારડ તેમજ શિવમ ગ્રુપના બિલ્ડર નીરવભાઈ ચૌધરી અને મેહુલભાઈ પટેલનું સન્માન કરાયું હતું. સ્પેરો વિકમાં જોડાયેલા સરકારી સાયન્સ કોલેજની ઇકો ક્લબના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. હેપ્પી સ્પેરો વીક દરમ્યાન શહેરમાં અનેક સ્થળે પક્ષી પરબોનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને બાળકોને ચકલી ઘર બનાવતા શીખવાડવામાં આવ્યું હતું. હેપ્પી યુથ ક્લબના ઉપપ્રમુખ ભાવના સમીર રામીએ હેપ્પી સ્પેરો વીકમાં મદદરૂપ થનાર તમામનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “હેપ્પી સ્પેરો વીકની સમગ્ર ઉજવણીનો હેતુ આપણી આસપાસમાં રહેતા અને માનવજાતને ઉપયોગી બનતા ચકલી અને તેના જેના નાના-માધ્યમ કદના અબોલ પંખીઓના જતન થકી પ્રકૃતિનું સંતુલન જળવાય તે માટેનો છે. આ માટે આ વર્ષે હેપ્પી યુથ ક્લબ દ્વારા ૧૦ હજાર હેપ્પી ચક્લી ઘર તૈયાર કરવામાં આવ્યાં હતા.”

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!