પાટણના દિગડી ખાતે તમાકુ સબ માર્કેટયાર્ડ નો પ્રારંભ કરાયો..

પાટણના દિગડી ખાતે તમાકુ સબ માર્કેટયાર્ડ નો પ્રારંભ કરાયો..
પ્રથમ દિવસે 60 હજાર બોરીની આવક મહૂર્તમાં રૂ.26,151નો ભાવ પડ્યો
પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા ખેડૂતોની માગણીને ધ્યાનમાં લઈને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પાટણ-ઊંઝા રોડ પર દિગડી ગામ નજીક 8 વીઘા જમીનમાં હંગામી તમાકુ સબ માર્કેટયાર્ડની શરૂઆત કરવામાં આવી છે.
નોરતા આશ્રમના સંત દોલતરામ મહારાજના હસ્તે યાર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ ખેડૂતો મોટી સંખ્યામાં તમાકુની બોરીઓ લાવતા આશરે 60 હજારથી વધુ બોરીની આવક નોંધાઈ હતી. મહૂર્તમાં થયેલી હરાજીમાં રૂ.26,151નો ઐતિહા
સિક ભાવ પ્રાપ્ત થયો હતો.
આ નવા સબ-યાર્ડમાં 30 કમિશન એજન્ટો અને 80 યુનિફાઇડ લાઇસન્સ ધરાવતા વેપારીઓ કાર્યરત છે. ખેડૂતોની સુવિધા માટે આરામ કરવા, નાસ્તા અને ભોજન માટે કેન્ટીન, પાણી અને છાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
બોરસણ ગામના ખેડૂત જાહુજી ઠાકોરે જણાવ્યું કે, તેમના માલના રૂ.26,151 ભાવ મળતા ખૂબ આનંદ થયો છે. અગાઉ ઉનાવા એપીએમસી સુધી જવું પડતું હતું,જે ખર્ચાળ હતું. હવે નજીકમાં જ માર્કેટયાર્ડ શરૂ થતાં સારા ભાવ સાથે રોકડ રકમ પણ મળી રહે છે.
APMC પાટણના ચેરમેન સ્નેહલ પટેલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ, સાચું વજન અને રોકડ ચુક
વણીની ખાતરી આપી છે. ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ સહિત માર્કેટ કમિટીના સભ્યો વેપારીઓ અને ખેડૂતો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300