માંગરોળ તાલુકામાં રીસરફેસિંગ કામગીરી દરમિયાન વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો

માંગરોળ તાલુકામાં રીસરફેસિંગ કામગીરી દરમિયાન વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો
જૂનાગઢ : હાલમાં માંગરોળ તાલુકાને જોડતા ચોટલીવીરડી- સકરાણા- જુથળ રોડની રીસરફેસિંગ કામગીરી ચાલી રહી છે. માંગરોળ વિસ્તારને જોડતો આ રસ્તો અતિ મહત્વપૂર્ણ છે.
તેથી આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા, જાહેર સલામતી જાળવી રાખવાના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.એફ.ચૌધરી, જૂનાગઢ દ્વારા આગામી તારીખ ૧૦-૦૪-૨૦૨૫ સુધી વૈકલ્પિક રસ્તા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જેમાં જણાવ્યા અનુસાર માંગરોળ તરફ આવતા વાહનો માટે રામવાવના પાટીયા- ભંડુરી- શેરીયાખાણ- શેપા- હુસેનાબાદ- માંગરોળનો રસ્તો કાર્યરત રહેશે, તેમજ ભારે વાહનો માટે રામવાવના પાટીયા- ગડુ- કુકસવાડા- માંગરોળનો રસ્તો કાર્યરત રહેશે.
આ ઉપરાંત માંગરોળથી રામવાવના પાટીયા જવા માટે ઢેલાણા- ચોટલીવીરડી ફાટક- સકસણા-જુથળ- રામવાવના પાટીયાનો રસ્તો કાર્યરત રહેશે. ઉક્ત જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300