જૂનાગઢ જિલ્લા અભિલેખાગાર કચેરીનું અદ્યતન સરનામું જાહેર કરાયું

જૂનાગઢ જિલ્લા અભિલેખાગાર કચેરીનું અદ્યતન સરનામું જાહેર કરાયું
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા અભિલેખાગાર કચેરીનું જૂનું મકાન આયના મહેલની પરિસ્થિતિ જર્જરિત હાલતમાં હતી. તેથી આ કચેરી ગાંધી ચોક, વંથલી દરવાજા, પી.ડબ્લ્યુ.ડી. ના ડેલામાં હંગામી ધોરણે સ્થળાંતરિત કરવામાં આવી હતી.
હવે ઉપરોક્ત કચેરીનું અદ્યતન મકાન બની જવાથી જિલ્લા અભિલેખાગાર કચેરી જૂનાગઢ જિલ્લા જેલ પાછળ, આર્કાઇવ્ઝ ભવન (નવું) ખાતે પુનઃ સ્થળાંતરિત કરવામાં આવેલ છે. તેની જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ સહિત સર્વે જાહેર જનતાને નોંધ લેવી. તેમ અધિક્ષકશ્રી, જિલ્લા અભિલેખાગાર કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300