વંથલી : ગાંઠીલા ગામમાંથી અવર જવર કરવા માટે વૈકલ્પિક રસ્તો જાહેર કરાયો

વંથલી તાલુકાના ગાંઠીલા ગામમાંથી અવર જવર કરવા માટે વૈકલ્પિક રસ્તો જાહેર કરાયો
જૂનાગઢ : વંથલી તાલુકામાં આવેલ ઘણફુલીયા- ગાંઠીલા રસ્તા પર આવેલ મેજર બ્રિજની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. ગાંઠીલા ઉમિયાધામ સુધી જવા માટે આ મહત્વપૂર્ણ રસ્તો છે. તેથી વૈકલ્પિક રસ્તા માટેની વિગતો જાહેર કરવી જરૂરી જણાય છે.
તેથી કાયદા વ્યવસ્થા, જાહેર સલામતીની વ્યવસ્થા જાળવવાના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.એફ.ચૌધરી, જૂનાગઢ દ્વારા વૈકલ્પિક રસ્તાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર ગાંઠીલા ગામમાં ઘણફુલીયા- સોનારડી- મહોબતપુર પાટિયા- ગાંઠીલા રોડનો એટલે કે ૯.૧૦ કિમી લાંબા વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી શકાશે. તેમજ ગાંઠીલા ગામમાં જૂનાગઢ- ઈવનગર- મહોબતપુર પાટિયા- ગાંઠીલા રોડનો એટલે કે ૧૩ કિમી લાંબા વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી શકાશે.
ઉક્ત જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે. આ જાહેરનામું આગામી તારીખ ૨૫-૦૪-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300