ગાંધીનગર : મહાનગરપાલિકાના મિલકતવેરાના નવા સોફ્ટવેરને ભવ્ય સફળતા પૂર્વક ૧ વર્ષ પૂર્ણ.

ગાંધીનગર મહાનગરપાલિકાના મિલકતવેરા વિભાગ દ્રારા વિકસાવેલ મિલકતવેરાના નવા સોફ્ટવેરને ભવ્ય સફળતા પૂર્વક ૧ વર્ષ પૂર્ણ.
ગાંધીનગર : ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાના નાગરિકોને મિલકતવેરા બાબતે કચેરીની મુલાકાત ન લેવી પડે તથા તમામ સુવિધાઓનો લાભ ઓનલાઇન માધ્યમથી મેળવી શકે તે હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્રારા ફેશલેશ, પેપરલેશ તથા કેસલેશના અભિગમને ધ્યાને રાખી ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫થી મિલકતવેરાનું નવીન સોફ્ટવેર વિકસાવવામાં આવેલ છે જેમાં કરદાતાશ્રીઓ કચેરીની મુલાકાત લીધા સિવાય ઓનલાઇન માધ્યમથી મિલકતવેરાની ચૂકવણી કરી શકે છે તેમજ મિલકતવેરાને લગતી તમામ પ્રકારની અરજીઓ પણ ઓનલાઇન માધ્યમથી કરી શકે છે. જેનાથી નાગરિકોના સમય તથા નાણાંની બચત થાય છે.
વસૂલાતની વિગતો:
વર્ષ ૨૦૨૩-૨૪ માં ડિજિટલ માધ્યમ દ્વારા: ૩૧,૦૦૪ કરદાતાઓએ રૂ. ૧૪.૭૩ કરોડ નો વેરો ભર્યો જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫ માં ડિજિટલ માધ્યમ દ્વારા: ૬૦,૫૩૫ કરદાતાઓએ રૂ. ૨૯.૭૭ કરોડ નો વેરો ભર્યો. ડિજિટલ માધ્યમ મમાં કરદાતાઓની સંખ્યા ૪૯% વધી છે જેને કારણે વસુલાતમાં ૫૧% નો વધારો આવ્યો છે.
વર્ષ ૨૦૨૩-૨૪ માં ઓફલાઈન માધ્યમ દ્વારા: ૬૯,૧૫૨ કરદાતાઓએ રૂ. ૪૭.૫૫ કરોડ નો વેરો ભર્યો જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫ માં ઓફલાઈન માધ્યમ દ્વારા: ૬૦,૯૧૦ કરદાતાઓએ રૂ. ૪૩.૭૧ કરોડ નો વેરો ભર્યો. ઓફલાઇન માધ્યમમાં કરદાતાઓની સંખ્યા ૧૩% ઘટી છે જેને કારણે વસુલાતમાં ૮% નો ઘટાડો આવ્યો છે.
કુલ વસૂલાત: વર્ષ ૨૦૨૩-૨૪ : ૧,૦૦,૧૫૬ કરદાતાઓએ રૂ. ૬૨.૨૮ કરોડનો વેરો ભર્યો હતો જેની સામે વર્ષ ૨૦૨૪-૨૫ : ૧,૨૧,૪૪૫ કરદાતાઓએ રૂ. ૭૩.૪૮ કરોડનો વેરો ભર્યો. જે ગત વર્ષની સાપેક્ષમાં +૧૮% કરદાતાશ્રીઓ પાસેથી +૧૫% વસુલાત કરવામાં આવી.
નાણાકીય વર્ષ : ૨૦૨૩-૨૪
ડિમાન્ડ : ૮૨.૫૩ કરોડ
વસુલાત : ૬૨.૨૮ કરોડ
વસુલાતની ટકાવારી: ૭૫%
નાણાકીય વર્ષ : ૨૦૨૪-૨૫
ડિમાન્ડ : ૮૪.૫૩ કરોડ
વસુલાત : ૭૩.૪૮ કરોડ
વસુલાતની ટકાવારી: ૮૬%
આમ ઉપરોક્ત વિગતને ધ્યાને લેતા નવું સોફ્ટવેર વિકસાવાથી કરદાતાશ્રીઓની સંખ્યામાં ૧૮%નો વધારો થયેલ છે તેમજ ઓનલાઇન માધ્યમથી મિલકતવેરા વસૂલાતમાં ૪૯% જેટલો વધારો થયેલ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૩૧,૦૦૪ લોકો દ્રારા કુલ ૧૪.૭૫ કરોડનો મિલકતવેરો ઓનલાઇન માધ્યમથી ભરપાઇ કરવામાં આવેલ. જેની સામે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૬૦,૫૩૫ લોકો દ્રારા કુલ ૨૯.૭૭ કરોડનો મિલકતવેરો ઓનલાઇન માધ્યમથી ભરપાઇ કરવામાં આવેલ છે. ગાંધીનગર મહાનગરપાલિકાના નાગરિકો દ્રારા ઓનલાઇન ચૂકવણીને આપવામાં આવેલ બહોળો પ્રતિસાદ ઓનલાઇન ચૂકવણીની સરળતા તેમજ વિશ્વાસનીયતા દર્શાવે છે.
ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે તા.૦૭/૦૪/૨૦૨૫થી મિલકતવેરાની વસુલાત શરૂ થનાર છે જેમાં મિલકતવેરો ઓનલાઇન તથા ઓફલાઇન માધ્યમથી ચૂકવણી કરનાર કરદાતાશ્રીઓને પ્રોત્સાહક ૧૦% વળતર આપવામાં આવશે તથા ઓનલાઇન માધ્યમથી મિલકતવેરો ચૂકવણી કરનાર કરદાતાશ્રીઓને વધારાનું ૨%(ઓછામાં ઓછું રૂ.૨૦/- અને વધુમાં વધુ રૂ. ૫૦૦/-સુધી) વળતર એમ કુલ ૧૨% વળતર અપવામાં આવશે. જેથી કરદાતાશ્રીઓ દ્રારા મિલકતવેરાની ઓનલાઇન ચૂકવણી કરી સમય તથા નાણાંની બચત કરવા વિનંતી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300