રાધનપુર : ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી યુવક માદરે વતન આવતા ભવ્ય સ્વાગત ..

રાધનપુર : ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી યુવક માદરે વતન આવતા ભવ્ય સ્વાગત ..
રાધનપુરમા ઠાકોર સમાજનો યુવક ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા ભવ્ય સ્વાગત ..
ઓરીસ્સાના ચીલકા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવેલ નેવી મેન નું ભવ્ય સ્વાગત કરાયું..
રાધનપુર વિસ્તારના પ્રથમ ઠાકોર સમાજના યુવાન અશ્વિનભાઈ ઠાકોર ઇન્ડિયન નેવી માં જોડાતા વિસ્તારની અંદર ખુશી જોવા મળી, આ પ્રસંગે સંકલ્પ એજ કલ્યાણ ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું..
રાધનપુરમા ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન આવેલા અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.રાધનપુર ગાયત્રી મંદિરથી બાઇક રેલી યોજી મોટા ઠાકોર વાસ સુધી રેલી યોજાઈ હતી.ઓરીસ્સાના ચીલકા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવેલ નેવી મેન નું ભવ્ય સ્વાગત કરાયું હતું.
રાધનપુર ખાતે રહેતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્ર ભારતીય ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન રાધનપુર ખાતે આવતા સામાજિક કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.અશ્વિનભાઈ ઠાકોર દેશની રક્ષા કાજે ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી રાધનપુર ખાતે આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જૅ બાઈક રેલીમાં મોટી સંખ્યામા લોકો જોડાતા ભવ્ય રેલી યોજાઈ હતી અને સામાજિક કાર્યકરો સહીત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.
રાધનપુરના ગાયત્રી મંદિરથી ઠાકોર વાસ સુધી ભવ્ય બાઈક રેલી યોજી યુવકનું સ્વાગત કરાયું હતું તેમજ આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર,સદારામ હોસ્પીટલના ડો.ગોવિંદજી ઠાકોર સહીત અન્ય સમાજના મહાનુભવોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાધનપુર નગરજનો મા ભારે ખુશી જોવા મળી હતી.રાધનપુર વિસ્તારના પ્રથમ ઠાકોર સમાજના યુવાન અશ્વિનભાઈ ઠાકોર ઇન્ડિયન નેવી માં જોડાતા વિસ્તારની અંદર ખુશી જોવા મળી હતી આ પ્રસંગે સંકલ્પ એજ કલ્યાણ ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300