હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે ચૈત્ર નવરાત્રી નું મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી નું અનુષ્ઠાન પુર્ણ થયું

હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી ગીર ખાતે ચૈત્ર નવરાત્રી નું મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માતાજી નું અનુષ્ઠાન પુર્ણ થયું.
તુલસીશ્યામ નજીક ધારી તાલુકાના રાજસ્થળી ગીર ખાતે આવેલ સુપ્રસિધ્ધ હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે શ્રીપંચ દશનામ જુના અખાડા ના મહામંડલેશ્વર પરમ પૂજ્ય જયઅંબાનંદગીરી માતાજી એ દરવર્ષની જેમ આવર્ષ પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન, સ્થાપન અને માતાજી તથા શ્રીયંત્ર નું પૂજન, અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ, હોમાત્મક યજ્ઞ, શ્રીયંત્ર પૂજન, આશ્રમ ખાતે ધ્વજારોહણ વગેરે ચૈત્રી નવરાત્રી ના નવે નવ દિવસ ધાર્મિક કાર્યકર્મો ની ઉજવણી કરી હતી આતકે હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે શ્રીપંચ દશનામ જુના અખાડા ના મહામંડલેશ્વર પરમ પૂજ્ય જયઅંબાનંદગીરી માતાજી ના શિષ્ય સમુદાય, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, સંતો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી આશ્રમ ખાતે કૃષ્ણગીરી ગોસ્વામી કાનાભાઈ લીંબડી, જનકગીરી ધારી, ભરતબાપુ કુબાવતે સેવા આપી હતી તેમ આશ્રમ સેવક અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
રિપોર્ટ.- અમિતગીરી ગોસ્વામી સાવરકુંડલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300