જૂનાગઢ સંગ્રહાલયમાં આંતરરાષ્ટ્રીય વિરાસત દિવસ નિમિત્તે હસ્તકલા ભરતકામ સ્પર્ધા યોજાશે

જૂનાગઢ સંગ્રહાલયમાં આંતરરાષ્ટ્રીય વિરાસત દિવસ નિમિત્તે હસ્તકલા ભરતકામ સ્પર્ધા યોજાશે
જૂનાગઢ : આગામી તા. ૧૮ એપ્રિલ ના આંતરરાષ્ટ્રીય હેરિટેજ દિવસ નિમિત્તે પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, અને જૂનાગઢ મ્યુઝિયમ જૂનાગઢ દ્વારા ‘ ભારતનો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો’ નામથી ભરતકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે .
આ અંતર્ગત તા. ૧૮મી એપ્રિલના સવારે ૧૧ થી સાંજના ૫ વાગ્યા દરમ્યાન સંગ્રહાલય પરિસર, તાજ મંજીલ, ઓપેરા હાઉસમાં હસ્તકલાના નમૂના ભરતકામ થી બનાવવાના રહેશે. આ સ્પર્ધાઓ જુદા ત્રણ વય જુથમાં યોજાશે. જેમાં ૧૮થી ૩૫, ૩૬ થી ૫૦ તથા ૫૦ વર્ષ થી ઉપરનાં એમ ત્રણ જુથમાં સ્પર્ધા યોજાશે.
આ માટેની જરૂરી તમામ સાધન સામગ્રી કાપડ, રંગીન દોરા, ફ્રેમ, નીડલ, ડીઝાઇન, કાર્બન પેપર, વગેરે સંગ્રહાલય દ્વારા પૂરાં પાડવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગૂગલ ફોર્મ ભરી તા. ૧૫મી એપ્રિલ પહેલાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ માટે કોઈ ફી રાખવામાં આવી નથી
આ માટે રજીસ્ટ્રેશન તથા વધુ વિગત માટે [email protected] તથા ફોન નંબર ૮૩૨૦૦૮૨૭૪૨ નો સંપર્ક કરવા સંગ્રહાલય નાં ક્યૂરેટર ડો. શેફાલિકા અવસ્થી ની યાદીમા જણાવવામાં આવ્યું છે. સ્પર્ધાનું પરિણામ તથા ઇનામ વિતરણ તા. ૧૮ મી મે ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ના યોજાનાર ખાસ કાર્યક્રમ માં કરવામાં આવશે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300