ખેરગામ : આદિવાસી મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કોર્ટમાં એટ્રોસિટી ફરિયાદ દાખલ

ખેરગામ : આદિવાસી મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કોર્ટમાં એટ્રોસિટી ફરિયાદ દાખલ
Spread the love

ખેરગામ : આદિવાસી મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કોર્ટમાં એટ્રોસિટી ફરિયાદ દાખલ.

કચ્છના ઈસમોએ ઇન્સ્ટાગ્રામ પર આદિવાસી સમાજની મહિલાઓ વિશે કરેલી અતિશય અભદ્ર ટિપ્પણી પર પોલિસે 2 મહિના જેટલા લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી નહીં કરતા સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા ન્યાય મેળવવા માટે નવસારી અદાલતમાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી.

ગત ફેબ્રુઆરી મહિનામાં ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ નામની સોસીયલ મીડિયા એપમાં mr___ vanraj_thakor__305નામની આઇડી પરથી કચ્છના રાપર તાલુકાના રમેશ રઘુભાઇ મકવાણા નામના વિકૃત ઈસમે સમગ્ર આદિવાસી સમાજની માંબેન દિકરીઓ વિશે ખુબ જ અભદ્ર ટિપ્પણી કરી હતી

જેના લીધે આદિવાસી,કોળી અને ઠાકોર સમાજના યુવાનો વચ્ચે વર્ગવિગ્રહ ફાટી નીકળ્યો હતો અને સોસીયલ મીડિયા ઉપર તીખો વાદવિવાદ આદિવાસી વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા ખોરવી નાંખે એટલી હદે વકરી ગયેલ હતો.પરિસ્થિતિ વધુ ન વણશે તે માટે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમસ્ત આદિવાસી સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં ભેગા થઈને ખેરગામ પોલિસ સ્ટેશનમાં 5/2/2025 ના રોજ ફરિયાદ આપેલ હતી.

પરંતુ ત્યારબાદ વારંવાર રિમાઇંડર અરજીઓ આપવા છતાંપણ ખેરગામ પોલિસે 2 મહિના જેટલો લાંબો સમય કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરતા આદિવાસી વિસ્તારોની શાંતિ,સલામતિ અને સંપ્રભુતા જોખમાવતા ઈસમો વિરુદ્ધ પોલિસની ફરજમાં બેદરકારીથી કંટાળીને સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે નવસારી સેશન્સ કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ-2018 અને બીએનએસ-2023 હેઠળ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા માટે નવસારીના વિદ્વાન પરેશભાઈ વાટવેચા પાસે એટ્રોસિટી એક્ટ-2018 અને બીએનએસ-2023 હેઠળ પીટીશન દાખલ કરાવતા ચકચાર મચી છે.

આ બાબતે મીડીયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલમાં આદિવાસી સમાજ જે વર્ષોથી પ્રકૃતિ પ્રેમી રહ્યો હોય જળ,જંગલ,જમીનને નુકસાનકર્તા પરિબળો સામે અડીખમ રહી ટક્કર આપતો આવેલ હોય તંત્રમાં રહેલ અંગત મૂડીવાદી તત્ત્વો માટે અળખામણો બની ગયેલ છે.આથી જ પોલિસ દ્વારા બદઇરાદે આટલી ગંભીર હરકતો વારંવાર કરનાર ઈસમોને છાવરી રહી છે.

સામાન્ય રીતે આદિવાસી યુવાનો કોઈ નાનકડી ભૂલ કરે અથવા અમારા જેવા ભ્રસ્ટ તંત્રના અન્યાય સામે લડી રહેલ યુવાનો વિરુદ્ધ કોઈપણ આધાર પુરાવા વગર વગર વિચાર્યે તાત્કાલિક ફરીયાદ નોંધી દે છે જયારે આટલી વિકૃત હરકત કરનાર ઈસમો વિરુદ્ધ વારંવાર રજૂઆત છતાં એફઆઈઆર નહીં નોંધી કે અન્ય કોઈપણ પ્રકારની કડક કાયદાકીય કાર્યવાહી નહીં કરી આવા અસામાજિક ઈસમોને આડકતરી રીતે પ્રોત્સાહિત કરી રહી છે

જેથી ન્યાય મળવામાં વિલંબ થવાથી આદિવાસી યુવાનો ઉશ્કેરાયને કાયદો વ્યવસ્થા હાથમા લઇ લે તો ખોટા કેસોમાં ભેરવી શકે.પણ હવે પોલિસ વિભાગની આવી બેદરકારીને ગંભીરતાથી લઈને હું કાયદાકીય કાર્યવાહીનો પ્રારંભ કરી રહ્યો છું જેથી દરેક અસામાજિક તત્ત્વો જેલોકો આદિવાસી સમાજની શાંતિ અને સજ્જનતાને નબળાઈ સમજીને દુર્વ્યવહાર કરશે તેવા લોકોએ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે તે વાત દરેકે સારી રીતે સમજી લેવી પડશે.

સામાન્ય રીતે કચ્છની ધરતી સંત મેકરણ દાદા જેવા મહાન સંત હોય કે ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે પાકિસ્તાની યુદ્ધ વિમાનોના બૉમ્બમારાને લીધે સંપૂર્ણ તબાહ થઇ ગયેલા રનવે ને રાતોરાત બનાવી દેનાર ખમીરવંતી મહિલાઓથી બનેલી પવિત્ર ધરતી છે અને આ લડાઈ આદિવાસી સમાજ અને કોળી સમાજ કે ઠાકોર સમાજ વચ્ચેની નથી પરંતુ વિવિધ સમાજો વચ્ચે વૈમન્સ્ય ફેલાવતા રમેશ રઘુ મકવાણા જેવા અસામાજિક તત્વો વિરુદ્ધની છે

જેમાં કચ્છના લોકોએ પણ સહકાર આપવો જોઈએ.વિદ્વાન વકીલ પરેશભાઈ વાટવેચાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં પોલિસ એટ્રોસિટીના કેસ નહિવત રીતે નોંધવામાં આવી રહ્યા છે.રમેશ રઘુ મકવાણા નામનો ઈસમ આદિવાસી સમાજ વિરુદ્ધ ખુબ જ બિભત્સ વાક્યો બોલી મૂછે તાવ આપી આદિવાસી સમાજને ચેલેન્જ આપી ખુબ જ ખરાબ કૃત્ય કરેલ હોવા છતાં પોલિસે કોઈ કાર્યવાહી નહીં કરતા ડો.નિરવ ભુલાભાઇ પટેલે નામદાર અદાલત સમક્ષ એટ્રોસિટીની ફરિયાદ કરતા નામદાર અદાલતે તપાસના આદેશ આપ્યા છે.

રિપોર્ટ – વિશાલ પટેલ, વલસાડ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!