હળવદના રાતાભેર ગામે કારડીયા રાજપૂત યુવક મંડળની રજતજયંતિ પ્રસંગે રક્તદાન તેમજ વૃક્ષારોપણ
ગામને રળીયામણુ બનાવવા વૃક્ષારોપણ અને જતનના સંકલ્પો લેવાયા
હળવદના રાતાભેર ગામ છેલ્લા ૨૫ વર્ષથી સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા કારડીયા રાજપુત યુવક મંડળના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પમાં ૧૦૧ બોટલો રક્ત એકત્રિત કરી સુરેન્દ્રનગર સી.યુ શાહ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યું હતું અને સાથે રાતાભેર ગામને હરિયાળું અને રણયામણુ બનાવવા વૃક્ષારોપણ કરી જતન કરવાના સંકલ્પો લેવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં કારડીયા રાજપુત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સેવાકીય પ્રવૃત્તિમાં હર હંમેશ અગ્રેસર રહેતા એવા પંથકના રાતાભેર ગામના કારડીયા રાજપૂત યુવક મંડળ ગ્રુપના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
આ તકે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ૧૦૧ બોટલો રક્ત એકત્રિત કરી સુરેન્દ્રનગર સી.યુ શાહ હોસ્પિટલના ગરીબ દર્દીઓને સરળતાથી લોહી મળે તે માટે મોકલવામાં આવ્યું હતું તો સાથે રાતાભેર ગામને હરિયાળુ બનાવવાની નેમ સાથે ગામની ફરતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.પ્રેરણાદાયી રજત જયંતિની કારડીયા રાજપુત યુવા ગ્રુપ દ્વારા ઉજવણી કરી હતી. આ પ્રસંગે કારડીયા રાજપુત સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકોએ રક્તદાન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો.