અંબાજી મેળાના પ્રથમ દિવસે પ્લાસ્ટિક ચેકીંગ ટીમ દ્વારા વેપારીઓને કરવામાં આવી હેરાનગતી

અમિત પટેલ, અંબાજી
ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભાદરવી મહાકુંભનો પર્વ શરૂ થઈ ગયો છે આ ધામમાં આઠ સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ યોજાવા જઇ રહ્યો છે ત્યારે આ ધામમાં વહીવટી તંત્ર તરફથી પ્લાસ્ટિક નો ઉપયોગ કરવા માટે પણ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને પ્લાસ્ટિક મુક્ત મેળાની થીમ ઉપર આ મહામેળો હાલ માં અંબાજીમાં શરૂ પણ થઇ ગયેલ છે ત્યારે પ્રાંત અધિકારી ના સૂચન મુજબ 51 micron થી ઉપરના પ્લાસ્ટિક ને ઉપયોગ કરી શકાશે તેવુ તેમને દાંતા ખાતેની જાહેર મિટિંગમાં વેપારીઓને જણાવવામાં આવ્યું હતું પરંતુ મેળો શરૂ થઈ ગયા બાદ 51 micron વાળા પ્લાસ્ટિક ના વપરાશ કરવા ની છૂટ હોવા છતાં પણ આવી ટીમો વેપારીઓની દુકાને આવી હેરાન ગતિ કરી વેપારીઓ પાસેથી પ્લાસ્ટિક ઉપાડી જાય છે અને વેપારીઓને હેરાન કરે છે તેવો આરોપ વેપારીઓ લગાવી રહ્યા છે
અંબાજી ગુજરાત અને દેશ નું સૌથી મોટું શક્તિપીઠ છે આ ધામમાં ભાદરવી મહાકુંભને લઈ વિવિધ પ્રકારના જાહેરનામા વહીવટી તંત્ર તરફથી બહાર પાડવામાં આવ્યા છે તેમ છતાંય જાહેરનામાને અનુસરતા વેપારીઓને કયા કારણે હેરાન કરવામાં આવે છે તે સમજાતું નથી અંબાજી ધામમાં ગ્રામ પંચાયત સામે આવેલી કેટલીક દુકાનોમાં આઠ તારીખના રોજ સાંજે 5:00 વાગે પ્રાંત કચેરી દાંતા થી પ્લાસ્ટિક ચેકિંગની ટીમો વેપારીઓ પાસે આવી હતી અને આ વેપારીઓ પાસે 51 micron થી ઉપરનું પ્લાસ્ટિક હોવા છતાં આ ટીમો આ વેપારીઓ સાથે અસભ્ય વર્તન કરી પ્લાસ્ટિક જપ્ત કરી અને જતી રહી હતી
વહીવટી તંત્ર તરફથી આવા દાવાઓ પોકળ સાબિત થયા છે કેમકે વેપારીઓ સાથેની મિટિંગમાં 51 micron plastic નો ઉપયોગ કરવાની વાત કહેવા છતાં પણ કેમ આ ટીમો વેપારીઓને હેરાન કરે છે આ બાબતે કાયમી નિકાલ લાવવા માટે અંબાજીની જાગૃત જનતાએ આ બાબતની કાયદેસર ફરિયાદ અંબાજી મંદિર ના ચેરમેન અને યાત્રાધામ મંત્રી વિભાવરીબેન દવેને કરવી જોઈએ, અને જરૂર પડે તો ટ્વીટર નો ઉપયોગ કરવો જોઈએ