અંબાજી ગ્રામ પંચાયત હસ્તકની મુતરડી શોભાના ગાંઠીયા બની

જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને ગુજરાતી નું ગૌરવ છે. દરેક ભારતવાસી અંબાજી માટે માન સન્માન ધરાવે છે. અંબાજી મંદિર અંબાજી ધામ મા આવેલું છે. અંબાજી ગામનો વહીવટ ગ્રામ પંચાયત હસ્તક ચાલી રહ્યો છે. અંબાજી આટલું મોટુ શક્તિપીઠ હોવા છતાં આ ધામ મા મુતરડી નો ભારે અભાવ છે. ગ્રામ પંચાયત હસ્તક ની માત્ર 5 મુતરડીની હાલત ખુબજ ખરાબ જૉવા મળે છે. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આટલા બધા સફાઇ કામદારો હોવા છતાં સમયસર આ મુતરડી ની સફાઇ થતી નથી.
અંબાજી ખાતે વિવિધ વિસ્તારમા કુલ 5 મુતરડી આવેલી છે જેમાં
1.ભૈરવજી મંદિર પાસે
2. દલવાડી ધર્મશાળા પાસે
3. ખોડિયાર માતાજી મંદીર પાછળ
4. અંબાજી ગ્રામ પંચાયત પાસે
5. સંદીપ પાર્લર મોબાઈલ પાછળ
@@ મોટાભાગની મુતરડીમા દેશીદારૂની થેલીઓ @@
અંબાજી ખાતે આવેલી 5 મુતરડી મા લોકો પેશાબ માટે જાય ત્યારે ભારે દુર્ગંધ આવે છે. આ મુતરડીની આવી દશા જોઇને ગ્રામજનો ભારે દુઃખ સાથે જણાવે છે કે આ સ્થળ ની સ્વચ્છતા અભિયાન રોજે રોજ થાય તો આ ધામ નું નામ ખરાબ થાય નહી. આસપાસ ના વિસ્તારના લોકો ને પેશાબ માટે ભારે તકલીફ થઈ રહી છે પણ ગ્રામ પંચાયત ના કર્મચારીઓ કુંભકરણ નિંદ્રામાં જોઈ શકાય છે.
@@ ગ્રામ પંચાયતના સેક્રેટરી મામલતદાર કચેરીનો હુકમ પાળતા નથી @@
સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દાંતા મામલતદાર કચેરી દ્વારા અંબાજી ના વિવિધ પ્રશ્નો માટે જણાવવામાં આવ્યું હોવા છતાં સેક્રેટરી કોઈજ કામગીરી કરતા નથી. આ ગ્રામ પંચાયત કચેરી મા થોડા સમય અગાઉ જુની ભોજનાલય કચેરી પાસે નું મકાનની આકારણી મા નામ ફેર થઈ જાય છે જે ભારે વિવાદ પણ થયો હતો.
@@ ગ્રામ પંચાયત પાસે ઘણાં સફાઇ કામદારો @@
અંબાજી ગ્રામ પંચાયત પાસે ઘણા સફાઇ કામદારો હોવા છતાં અને સેક્રેટરી હોવા છતાં અંબાજી ધામ ની 5 મુતરડી ની અવદશા માટે કોણ જવાબદાર છે. અંબાજી ખાતે મહેસૂલ મંત્રીશ્રી એ અચાનક મુલાકાત લે તો અધિકારીઓની શાન ઠેકાણે આવે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756