યુવા ભાજપ કુંકાવાવ વડિયા અને નાજાપુર ગ્રામ પંચાયત દ્વારા e-શ્રમ કાર્ડ કેમ્પ

કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામ માં યુવા ભાજપ ટિમ અને નાજાપુર ગ્રામપંચાયત દ્વારા લોકોને ફ્રીમાં e શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 250 થી વધારે લોકો એ e શ્રમ કાર્ડનો લાભ લીધો. આ કાર્યક્રમમાં કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ વસંનભાઇ સોરઠીયા, સંજયભાઈ સુખડીયા અને યુવા ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ બોરીચા, ઉપપ્રમુખ જીગરભાઈ સેજપાલ અને નાજાપુર સરપંચ લાલજીભાઈ અને પ્રવીણભાઈ પાનસૂરિયા તેમજ નાજાપુરના યુવા આગેવાન અને યુવા ભાજપ ઉપપ્રમુખ કૌશીકભાઈ પાનસૂરિયા દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.