વાવ પોલીસ ગુનાનો આરોપી ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી

IGP બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. બનાસકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ. ભુરાજી, તથા અ.પો.કો.અમરસિંહ, તથા દશરથભાઈ ની ટીમે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે વાવ પો.સ્ટે.ગુ.ર.નં.A-68/2021 ipc કલમ 370,344 તથા અનૈતીક વ્યાપાર (પ્રતિબંધ) અધિ.કલમ 6(ખ) મુજબ ના ગુના મા નાસતા ફરતા આરોપી (૧)પ્રતાપજી ચમનાજી જાતે.ઠાકોર રહે.મેરા તા.ભાભર વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વાવ પોલીસ સ્ટેશન સોપેલ છે
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)