થરાદ:સોની બજારમાં વેપારીઓએ પોલીસ ચોકી ની માગણી કરી

થરાદ ખાતે આવેલ સોની બજારમાં અવારનવાર ચોરી ના બનાવો સામે આવે છે ત્યારે સોની બજારમાં ચોરી,લુંટફાટ, અને ગોળીબાર ના બનાવો બનેલ છે. ચોરીની ઘટનાઓ તો મહીનામાં ત્રણવાર બની છે. ચોર,લુંટેરા ચોરી કરી ટાંડાના તળાવ પાસેથી ભાગી જતાં હોય છે. અગાઉ સોની બજારમાં ચોરીની સાથે લુંટ,ગોળીબાર કરી જીવલેણ હુમલો પણ થયો હતો. થરાદ સોની બજારના વેપારીઓ ભયના માહોલ તેમજ અસલામતી લાગી રહી હોવાથી આજે તમામ વેપારીઓમાં શાંતી સ્થપાય તે માટે સોની બજારમાં હથીયારધારી પોલીસ પેટ્રોલીંગ સાથે પોલીસ ચોકી મુકાય એવી સુવણૅકાર વેપારીઓએ થરાદ પોલીસ ઈસ્પેકટર અને નાયબ કલેકટર પાસે માંગણી કરી હતી.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756