અમરેલી : યુવા ભાજપ દ્વારા નાજાપૂર ગામે પ્રધામંત્રીશ્રી નો મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવ્યો

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા ના માર્ગદર્શન હેઠળ વડિયા કુંકાવાવ તાલુકા યુવા ભાજપ દ્વારા વડિયા કુંકાવાવ તાલુકા ના નાજાપૂર ગામે પ્રધામંત્રીશ્રી નો મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવ્યો…
આપણા સૌ ના આદર્શ પ્રધામંત્રીશ્રી નો આજે 2022 ના નવા વર્ષ નો પ્રથમ ” મન કી બાત ” ના કાર્યક્રમ નો પ્રથમ એપિસોડ હતો..
મન કી બાત અંતર્ગત પ્રધામંત્રીશ્રી એ…
-આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ને યાદ કર્યા
-આપણા દેશ ના સૈનિકો ની સહિદી ના યોગદાન..
-બાળ પુરસ્કાર અને પદ્મ એવોર્ડ વિજેતાઓની પ્રશંસા કરી..
-વિદ્યાંજલિ માટે મળેલ દાનની પ્રશંસા કરી..
-તિરંગાથી સુશોભિત પોસ્ટકાર્ડનો ઉલ્લેખ કર્યો..
-ગણતંત્ર દિવસની પરેડમાં રાષ્ટ્રપતિના બોડીગાર્ડના ચાર્જર ઘોડા વિરાટ ની છેલ્લી પરેડ અને વિદાય પર કહ્યું..
-વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનું આકર્ષણ વધી રહ્યું છે
-છેલ્લે 26 ડિસેમ્બર 2021ના રોજ સંબોધન કર્યુ હતું
ગયા વર્ષે 26 ડિસેમ્બરે પીએમ મોદીએ છેલ્લી વખત ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો, જેમાં તેમણે કોરોના વાયરસ સહિત ઘણા વિષયો પર વાત કરી હતી. આ કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે યોજાય છે.
આ તકે વડિયા કુંકાવાવ તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતિનિધિ વસંતભાઈ સોરઠીયા , વડિયા કુંકાવાવ તાલુકા કિસાન મોરચા ના મહામંત્રી સંજયભાઈ સુખડીયા તેમજ યુવા ભાજપ ના મહામંત્રી અનિરુધ્ધભાઈ બોરીચા, ઉપપ્રમુખ કૌશિકભાઈ પાનસુરીયા, જીગરભાઇ સેજપાલ, યુવા ભાજપ ના મંત્રી માનસભાઈ પરમાર તથા નાજપૂર ગ્રામ પંચાયત ના સરપંચ રેખાબેન લાલજીભાઈ દાફડા તેમજ નાજપૂર ગામ ના અગ્રણી પ્રવીણભાઈ પાનસુરીયા હાજર રહિયા હતા અને મોટી સંખ્યા માં ગામલોકો જોડાયા હતા…
અનિરુદ્ધ બોરીચા
મહામંત્રી- તાલુકા યુવા ભાજપ
રિપોર્ટ રાજુ કારીયા વડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756