બોગસ ડિગ્રી કૌભાંડમાં 7 લોકો શંકાના દાયરામાં, પૂછપરછ ચાલુ

બોગસ ડિગ્રી કૌભાંડમાં 7 લોકો શંકાના દાયરામાં, પૂછપરછ ચાલુ
Spread the love

બોગસ ડિગ્રી કૌભાંડમાં 7 લોકો શંકાના દાયરામાં, પૂછપરછ ચાલુ

નર્મદા જિલ્લા પોલીસે ફેક ડિગ્રી-માર્કશીટનું આંતરરાજ્ય ઝડપી પાડ્યું છે.નર્મદા એલ.સી.બી પોલીસ ટીમે દિલ્હીથી મહિલા સૂત્રધારને ઝડપી પાડી મોટી માત્રામાં ફેક ડીગ્રી-માર્કશીટ અને અન્ય સાધનો જપ્ત કર્યા બાદ નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકરસિંહે આ મુદ્દે વધુ તપાસ માટે એસ.આઈ.ટી ની રચના કરી ડીવાયએસપી વાણી દુધાત ને અધ્યક્ષ બનાવી તપાસ માટે બે ટિમો બનાવી આ ટિમો દિલ્હી સહીત ગુજરાત અને અન્ય રાજ્યોમાં આ રેકેટમાં સંડોવાયેલાના પગેરું શોધી રહ્યા છે ત્યારે એક દિલ્હી થી અને એક અમદાવાદ થી બે સાગરીતો ઝડપાયા છે. જે બંને ને રાજપીપલા લાવવામાં આવ્યા છે અને આ સાથે અન્ય 7 થી 8 જેટલા શકમંદો ની પુછપરછ ચાલુ છે. તેમની પાસેથી પુખ્તા સાબૂત મળતા તેમની પણ ધરપકડ કરશે પરંતુ આ તમામ હાલ નર્મદા પોલીસની રડાર માં છે.
રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ગત 10ડિસેમ્બર 2021 ના રોજ બનાવટી ડીગ્રી સર્ટીફિકેટ વેરિફિકેશન માટે આવ્યા બાદ ડીગ્રી સર્ટીફિકેટ અને વેબ સાઇટ ફેક બનાવેલી હોવાનુ બહાર આવતા રજિસ્ટ્રાર દ્વારા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. જેના તપાસમાં સીટની ચરના કરવામાં આવતા ચાલી રહેલા તપાસના ધમધમાટમાં 2 શખસ ઝડપાયા છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!