ખોડિયાર જયંતિ નિમિતે અંબાજી ખાતે સાદગીથી ઉજવણી કરવામાં આવી

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ખોડીયાર જયંતિ ની સાદાઈ થી ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી તમામ ધાર્મિક ઉત્સવો પર ગ્રહણ લાગવાથી મોટાભાગના તહેવારો , ધાર્મિક ઉત્સવોની ઉજવણી સાદગી પૂર્વક કરવી પડી રહી છે ત્યારે ખોડીયાર માતાજીની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ , ખોડીયાર મિત્ર મંડળ અને અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સહયોગ થી ઉજવવામાં આવી હતી ,જેમા ખોડીયાર ચોક વેપારીઓના ખોડીયાર મિત્ર મંડળ દ્વારા માતાજીનો હવન, શોભયાત્રા , ભજનસંધ્યા અને મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે માતાજીની શોભાયાત્રા , ભજન સંધ્યાના કાર્યક્રમો કોરોના મહામારીના કારણે રદ્દ કરવા પડ્યા હતા.
ખોડીયાર જયંતિ નિમિતે માતાજીનો હવન અને સુખડીનો મહાપ્રસાદ માતાજીને અર્પણ કરીને સાદગી પૂર્વક ઉજવવામા આવી હતી.તેમ છતાય ભાવિક ભક્તોમા માતાજી પ્રત્યેની અપાર શ્રધ્ધા અને ભક્તિના કારણે માતાજીના મંદિરે ભક્તોની અવર જવર રહી હતી.કોરોનાના કારણે મોટાભાગના અંબાજીના વેપારીઓના વેપાર ધંધા પડી ભાંગતા ,વેપારીઓ પણ મજબૂર બન્યા છે તેમાં છતાય શક્ય એટલું યોગદાન આપી માતાજીની જયંતિ નિમિતે ફાળો આપી સહાય કરી હતી. દર વર્ષની જેમ ભારે ઉત્સાહ સાથે ઉજવાતો ખોડીયાર જયંતિનો ઉત્સવ 2 વર્ષ થી કોરોનાના કારણે આ વખતે તમામ કાર્યક્રમો રદ્દ કરાતા વેપારીઓ નિરાશ બન્યા હતા તેમ છતાય સાદગીથી ઉજવણી અંગે પણ વેપારીઓ ઉત્સાહ દર્શાવ્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756