વાંકલના શિક્ષક દંપતિ ને અકસ્માત નડતા સુરત સારવાર અર્થે ખસેડાયા

વાંકલના શિક્ષક દંપતિને આંબા પારડી બોરિયા વાંકલ માર્ગ પરવટ નજીક અકસ્માત સર્જાતા સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા
માંગરોલ, દેગડીયા :
.માંગરોળ તાલુકાના વાંકલ ખાતે રહેતા શિક્ષક પિયુષ પાટીલ તેમની પત્ની રૂપલ પાટીલ આંબાપારડી (માંડવી) ભાવ દર્શન સ્કુલ માં વિજ્ઞાન પ્રવાહ ના શિક્ષક તરીકે ફરજ બજાવે છે.તેમજ વાંકલ ખાતે ટ્યુશન કલાસીસ ચલાવતા શિક્ષક દંપતી પોતાના કામ અર્થે રવિવારે સાંજના માંડવી ખાતે ગયા હતા ત્યારબાદ કામ પતાવી આંબાપારડી બોરિયા વાંકલ માર્ગ પર રાત્રી દરમ્યાન પોતાની આઇ ટવેન્ટી કાર જીજે-૧૯-એએફ-૦૧૬૪ માંડવી થી પરત ફરતા પરવટ ગામ નજીક વળાંકમાં સામેની સાઈડથી શેરડી ભરેલું ટ્રેક્ટર આવી જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા માર્ગપર ગરનાળા ની દિવાલ સાથે ધડાકાભેર ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણ આજુબાજુના ના વિસ્તારમાં થતા વાંકલ થી અને સ્થાનિકોએ આવીને ઇજાગ્રસ્ત શિક્ષક દંપતિને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.તેમને બંને ને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક માંડવી,બારડોલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ બંનેની હાલત વધુ ગંભીર હોવાથી તેમને મહાવીર હોસ્પિટલ (સુરત) સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેમાં પિયુષ પાટીલ ને શરીર પર મુગો માર,નાની મોટી ઇજાઓ થઇ હતી તેમજ તેની પત્ની રૂપલ પાટીલને હાથ પગમાં ફેક્ચર થતા હાલ બંને શિક્ષક દંપતી સુરત ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું
રિપોર્ટ : નિલય ચૌહાણ દેગડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756