ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસ.ઓ.જી

કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના વરેલી ગામની હદમાં એશ્વર્યા મીલ તરફ જતા રોડ ઉપર ખુલ્લી જગ્યામાંથી સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. એ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો.
માંગરોલ, દેગડીયા :પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક ડીએસપી રાજકુમાર ની સૂચના તેમજ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ ના કેશો શોધી કાઢવા એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ધડુક અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ગોહીલ ને સુચના આપવામાં આવતા એસ.ઓ.જી શાખાને માણસો એ ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા હેડ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ અશોક સિંહ તેમજ એએસઆઇ રાજેન્દ્રસિંહ બંસીલાલ નાઓને બાતમી મળેલ કે વરેલી ગામની હદમાં એશ્વર્યા મિલ તરફ જતા રોડ પર જમણી તરફ ગલ્લા ની પાસે શ્રી રામ ટ્રાવેલ્સ લખવામાં આવેલ બોર્ડની નીચે ખુલ્લી જગ્યામાં પટેલ નગર વરેલી ખાતે સાજન સિંહ નામના ઈસમે ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે માદક પદાર્થ ગાંજાનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરી રહ્યો છે આ મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરતા ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો હતો આ ઈસમને નામઠામ પુછતાં હાલ સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ વરેલી વલ્લભ નગર મકાન નંબર 105 મનમંદિર એપારમેન્ટ ગંભીર ભાઈ પટીલ ના રૂમ માં અને મૂળ રહેવાસી યુપી તાલુકો જીલ્લો મહોબા ના છાનિકલા ગામ પોસ્ટ થાના કલરહી ના ઠાકુર સાજનસિંહ ભગવતીશરણસિંહ હોવાનું જણાવેલ વધુ પૂછપરછ દરમિયાન સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે વરેલી જલારામ સોસાયટી ના વોન્ટેડ પવન નામનો ઈસમ જેના પૂરા સરનામા ની ખબર નથી તેવુ જણાવતા સ્થળ ઉપર મળી આવેલ ગાંજાનો જથ્થો જોતા કુલ ૯.૫૫૦ કીલો ગ્રામ જેની કિંમત ૯૫,૫૫૦/- મોબાઇલ નંગ ૧ જેની કિંમત 3000/- આરોપીની અંગજડતી ના 720 રૂપિયા શહીત આધાર કાર્ડ મળી કુલ કિંમત ૯૯,૨૨૦/- નો મુદ્દામાલ કબજે લીધો હતો.
રિપોર્ટ : નિલય ચૌહાણ દેગડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756