જૂનાગઢમાં જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટનું આયોજન કરાયું

જૂનાગઢમાં જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટનું આયોજન કરાયું
જૂનાગઢ : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓને નાનપણથી જ રમત ગમત ક્ષેત્રમાં રસ રુચિ કેળવાય, યોગ્ય કેળવણી મળે તથા રાજ્યનો રમત ગમત ક્ષેત્રમાં પાયો મજબુત બને તે માટે જિલ્લાકક્ષાએ સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫- ૨૬ માં પ્રવેશ પ્રક્રિયા કાર્યરત છે.
જે હેતુને ધ્યાનમાં રાખતા ગત વર્ષે ખેલ મહાકુંભ ૩.૦ હેઠળ અંડર- ૯ અને અંડર- ૧૧ અન્વયે જુનાગઢ જિલ્લામાં ૯ તાલુકા અને જુનાગઢ મહાનગરપાલિકાના ૮ ઝોનમાંથી તાલુકા કક્ષાની ૩૦ મીટર દોડ, ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પની સ્પર્ધામાં ૧ થી ૮ ક્રમાંકના વિજેતાઓને જિલ્લા કક્ષાએ બેટરી ટેસ્ટ માટે પાત્રતા આપવામાં આવી હતી.
જેમાં જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટનું આયોજન ગત તારીખ ૧૧/૦૩/૨૦૨૫ ના રોજ બહેનો માટે અને તારીખ ૧૨/૦૩/૨૦૨૫ ના રોજ ભાઈઓ માટે સરદાર પટેલ રમત સંકુલ ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કસોટી ઇન્ચાર્જ તરીકે શ્રી જયરાજ દહીમા વોલીબોલ કોચ ડી.એલ.એસ.એસ. ની નિમણુંક કરવામાં આવી હતી. આ જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, ટીમ મેનેજરશ્રી, ઓબજર્વેશન, કોચ, ટ્રેનર સહિતનાઓએ આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
ઉપરોક્ત જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટમાં મેરીટના આધારે પસંદગી પામેલા ખેલાડીઓનો રાજ્ય કક્ષાએ ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ મેરીટના આધારે ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કૂલમાં પસંદગી કરવામાં આવશે. જેમાં પસંદ થયેલા ખેલાડીઓને ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કૂલની યોજના હેઠળ સવાર- સાંજના વિવિધ નિષ્ણાંતો દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓને વૈજ્ઞાનિક ઢબે ધનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે. તેમજ નિવાસી શાળાઓમાં પ્રવેશ આપીને વિના મુલ્યે શિક્ષણ, અભ્યાસને લગતી સ્ટેશનરી, પુસ્તકો, નિવાસ, ભોજન, શાળાનો ગણવેશ, ટુર્નામેન્ટ એક્સપોઝર તેમજ રમતને અનુરૂપ અત્યાધુનિક સાધનો અને સ્પોર્ટસ કીટ પૂરા પાડવામાં આવે છે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જુનાગઢના મોબાઈલ નંબર ૭૮૫૯૯૪૯૯૮૪ પર સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ભૂષણ કુમાર યાદવ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300