આગામી તા.૧૩ ફેબ્રુઆરી સુધી ભરૂચ જિલ્લામાં રક્તપિત દર્દી શોધ અભિયાન

આગામી તા.૧૩ ફેબ્રુઆરી સુધી ભરૂચ જિલ્લામાં રક્તપિત દર્દી શોધ અભિયાન
(સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન)
ભરૂચ જિલ્લામાં વર્ષ-૨૦૨૧-૨૨ માં રક્તપિતના જાન્યુઆરી-૨૦૨૨ અંતિત ૨૫૬ દર્દીઓ શોધાયેલ છે અને જેમને સારવાર આપવામાં આવેલ છે. તા.૩૦/૦૧/૨૦૨૨ રક્તપિત નિર્મુલન દિવસ નિમિત્તે સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઈન હેઠળ જિલ્લામાં ૧૩ ફેબ્રુઆરી સુધી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પર્શ લેપ્રેસી અવેરનેશ કેમ્પેઈન હેઠળ ભરૂચ જિલ્લાના ગામોમાં વર્ચ્યુઅલ ગ્રામ સભાનું આયોજન કરેલ હતું. તા.૧૩/૦૨/૨૦૨૨ સુધી ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓના સામૂહિક આરોગ્યકેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા તમામ શહેરી ગ્રામ્ય વિસ્તારમાં રક્તપિત રોગ વિશે જાણકારી આપવામાં આવી રહી છે.
રક્તપિત નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે આપવામાં આવે છે જેથી ઘરમાં કોઈપણ સભ્યને શરીર પર રતાશ પડતા ચાઠા, ચામડીના રંગ અને કુમાસમાં ફેરફાર, ચમકતી અને સુવાળી ચામડી, હાથપગમાં સ્પર્શનો અભાવ, કાનની કિનારીઓ અને ચહેરા પર નાની ગાંઠો હોય તો રક્તપિત હોઈ શકે છે. આવા શંકાસ્પદ દર્દીએ તાત્કાલિક પોતાનું નિદાન કરાવવું જોઈએ. વધારાની જાણકારી માટે જિલ્લા રક્તપિત કચેરી, સ્ટેશન રોડ ભરૂચનો રૂબરૂ અથવા ફોન નં.૦૨૬૪૨-૨૪૦૫૪૧ પર સંપર્ક સાધી શકાશે એમ જિલ્લા રક્તપિત અધિકારી ડૉ. આર.આર.ઝાએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756