જુનાગઢ ખાતે કોરોના મહામારી માં મૃત્યુ પામેલા પીતાની યાદમાં પુત્ર એ કર્યું ૧૧ વૃક્ષોનું દાન

જુનાગઢ ખાતે કોરોના મહામારી માં મૃત્યુ પામેલા પીતાની યાદમાં પુત્ર એ કર્યું ૧૧ વૃક્ષોનું દાન
ગીર સોમનાથ જિલ્લાની અંદાજીત વસ્તી ગણતરી મુજબ ૧૧ લાખ વૃક્ષો વાવવાના મહાસંકલ્પ સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.જેમા ઠેર-ઠેર થી લોકોનો આર્થિકદાન શ્રમદાન વૃક્ષદાન સહિત નો બહોળો સહયોગ સાંપડી રહ્યો છે. તાજેતરમાં જ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ ૨૬ જાન્યુઆરી ના રોજ ૧૧ વૃક્ષો વાવી અને શુભ શરૂઆત કરી હતી. વૃક્ષારોપણ નો વિષય જનસામાન્ય સુધી પહોંચે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક ઝુંબેશ તા.૦૫ ફેબ્રુઆરી થી શરૂ કરવામાં આવી છે. આ વિષય થી માહિતગાર થઇ જુનાગઢ ના ચીંતનભાઇ કથીરીયા એ તેમના પીતા સ્વ.ગોરધનભાઇ કથીરીયા પાછળ તેમની યાદિ રૂપે ૧૧ વૃક્ષો માટે રૂ.૧૧૦૦/- નુ અનુદાન આપ્યું હતુંં સાથે જ ઉત્તમ ઉદાહરણ સમાજ ને પુરૂ પાડવામાં આવેલ હતું, કે કઇ રીતે લોકો સ્નેહીજન ના દેહાંત બાદ તેઓની સ્મૃતિ વૃક્ષ સ્વરૂપે વર્ષો સુધી જીવંત રાખી શકાય અને પ્રકૃતિના સંવર્ધન માટે પણ મહત્વનું દાયીત્વ નીભાવી શકાય.
રિપોર્ટ : પરાગ સંગતાણી,
ગીર-સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756