અબોલ પશુઓનાે વેપલો કરતા ગુનેગારો દ્વારા રાજકોટના પત્રકારને અપહરણના ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી

પત્રકારોને રોજબરોજ મળી રહેલી ધમકીથી પત્રકારો ડરી જશે તે માન્યતા ગુનેગારોની ખોટી છે. પરંતુ ઘણી જગ્યાએ બુટલેગરો તેમજ ગુનેગારોને તંત્ર દ્વારા સહકાર આપવામાં આવે છે. અને પત્રકારને ખોટી ફરિયાદોમાં ફિટ કરી દેવામાં આવે છે. જે અંગે પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આવોજ એક બનાવ તાજેતરમાં રાજકોટમાં બનવા પામ્યો છે. જેમાં પત્રકાર દ્વારા અબોલ જીવ નો વેપલો કરતા લોકોનો સ્ટિંગ ઓપરેશન દ્વારા વીડિયો ઉતારવામાં આવેલ. આનાથી ગભરાઇ ગયેલા ગુનેગારોએ પત્રકારને ફોન કરી અને કહેલ કે જો તું આ વીડિયો નહીં આપ તો તારી ઉપર મારા પતિનું અપહરણ તે કર્યું છે. તેવી ફરિયાદ નોંધાવવામાં આવશે.
આ અંગે ઝાલાવડ ન્યૂઝના પત્રકાર દ્વારા પત્રકાર એકતા સંગઠનને જાણ કરવામાં આવેલ. અને આ બાબતે મદદ કરવાનું કહેલ. પત્રકારોને સમસ્યામાં ખડે પગે રહેતું પત્રકાર એકતા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલ. અને આજરોજ તે આવેદનપત્ર રાજકોટ પોલીસ કમિશનરશ્રીને આપવામાં આવેલ અને પોલીસ કમિશ્નર દ્વારા ખાત્રી આપવામાં આવેલ કે જે ગેરકાયદેસર જીવોનો વેપલો કરે છે. તેના પર કાયદેસરના પગલાં લેવામાં આવશે આ અંગે વિગત એવી છે. કે ઝાલાવાડ ન્યૂઝ ના રાજકોટ જિલ્લા બ્યુરો ચીફ અલ્તાફ ભટ્ટીને સેરા તેમજ અબોલ જીવોનો ગેરકાનૂની વેપલો કરતી ટુકડી દ્વારા અપહરણ ના ખોટા કેસ મા ફસાવી દેવાની ધમકી આપી પચાસ હજાર રૂપિયાની માગણી કરી હતી.
ધમકી આપનાર
(1) જનકબેન મોબતસંગ.
(2) મોબતસંગ.
(3) રાજુ આદિવાસીની માતા.
(4) રાજુ આદિવાસીની પત્નિ.
દ્વારા ફોન કરી ધમકી આપેલ કે રાજુ ઘરે આવેલ નથી. હવે તમારે મને પચાસ હજાર રૂપિયા અપવા પડશે. નાઈતર અમે અપહરણ ખોટો કેસ તમારા ઉપર કરશું. તેથી તેના અનુસંધાને આજ રોજ તારીખ 21/1/2020 ના રોજ પત્રકાર એકતા સંગઠનના સૌરાષ્ટ્ર પ્રભારી ભાર્ગવભાઈ જોષીની આગેવાની હેઠળ રાજકોટ કમિશ્નર સાહેબશ્રી ને આવેદન આપવામા આવ્યું હતું. આવેદનપત્ર આપતી વખતે ઝાલાવાડ ન્યૂઝ તંત્રીશ્રી રમીલાબેન પટેલ તથા સહતંત્રી શ્રી વિષ્ણુમોરી. અમુભાઈ રાણવા. આર.સિ.સરવૈયા. જાવિદભાઈ ગુર્જર. ઇબ્રાહિમભાઈ ખોખર. સદ્દામભાઈ બુખારીહ વિશાલભાઈ કવા. રજાક કુરેશી. ગોપાલભાઈ પાટડીયા. અલ્તાફ ભટ્ટી. ફરજાના બેન. હમિરાણિ તમામ પત્રકારો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)