આઝાદી પહેલાંથી નર્મદા જિલ્લાના માલસામોટની આદિવાસીઓની પરંપરાગત અનોખી રીતે ઉજવાતી હોળી

- છેલ્લા બે વર્ષથી માલસામોટની મૂડી માં સરકારી બાબુઓએ ટુકડી પાડીને સ્પર્ધા કરીને જે ઇનામ આપે છે તેની સામે આદિવાસી સમાજનો વિરોધ.
- અધિકારીઓ આવતા હોવાથી હવે હોળી પર પોલીસ મૂકી દેવામાં આવે છે જેથી આદિવાસી મુક્ત રીતે હવે પોતાની હોળીનો ઉત્સવ ઉજવી શકતા નથી.
- માલસામોટ ની પરમ્પરાગત હોળી જોવા આખા પંથકના આદિવાસીઓ આવે છે આખી રાત નાચગાન કરે છે.
ખોડી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે જેમાં નર્મદા જિલ્લામાં આદિવાસી હોળી નો તહેવાર ભારે આનંદ અને ઉલ્લાસ અને આદિવાસીઓ રીતરિવાજ અને પરંપરા પ્રમાણે ઉજવે છે. જેમાં સૌથી વધારે જાણીતી જોડી અને પરંપરાગત હોડી માલસામોટ ની હોળી ગણાય છે, સાગબારા તાલુકાના આ હોળી આઝાદી વર્ષ પહેલાના વખતથી સદીઓથી દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાય છે. જેમાં આદિવાસી આખી રાત નાચે છે. ધન્યથી પૂજા કરે છે. જેમાં માલસામોટની આજુબાજુના 100 થી 200 ગામના આદિવાસી ઓ મોટી સંખ્યામાં ઉમટતા મેળા જેવો માહોલ રચાય છે.
આદિવાસીઓ પોતાના સમાજ ના રીતરિવાજોથી હોળી ઉત્સવ મનાવે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અહીં આ હોળી મા સરકારી અધિકારીઓ પોતાનું મંડપ બનાવીને આ પર્વની સરકારી કાર્યક્રમમાં ફેરવી નાખે છે. આદિવાસીઓના ગ્રુપને નંબરો આપી વારાફરતી નાચવાનું નકકી કરી બોલાવતા કલાકારોને પોતાનો નંબર આવે ત્યાં સુધી રાહ જોઇને બેસી રહેવું પડે છે. જ્યારે પહેલા આદિવાસીઓ બંધન વગર આખી રાત મને મૂકીને નાચતા હતા હવે સ્પર્ધાનું તત્વો ઉમેરાતા આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. માલસામોટ ગામના પહોલ્યાભાઈ જણાવે છે કે અમે પૈસા કે સ્પર્ધા માટે અમે હોળી નથી ઉજવતા અમે આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા માંગીએ છીએ અમારા પર્વ માં સરકારી બાબુઓ નું શું કામ ?
આ સરકારી અધિકારીઓ હોળીમા આદિવાસી નૃત્ય કરનારાઓને 500-1000 આપે છે પરંતુ મારો સવાલ એ છે કે શું ત્યાં આદિવાસીઓ થોડાં પૈસા માટે હોળી ઉજવે છે? તો પછી માલસામોટ ની હોળીમા સરકારી અધિકારીઓ નું શું કામ ? આ દુષણો બંધ થવા જોઈએ. માલસામોટની હોળી આઈએએસ – આઈપીએસના બાળકો અને પરિવારો ના મનોરંજન માટે નથી, અધિકારીઓ આવતાં હોવાથી હવે હોળી પર પોલિસ મુકી દેવામાં આવે છે જેથી આદિવાસી મુકત રીતે હવે પોતાની હોળી નો ઉત્સવ પણ ઉજવી શકતા નથી.માલસામોટ ની હોળી સરકારી હોળી નથી.
માલસામોટ મા આદિવાસી સંસ્કૃતિની અલગ ઓળખ ને ખતમ કરવાના આ નાટકોનો વિરોધ કરીએ છીએ. આગેવાન પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓ પોતાની મરજીથી ઉત્સવ મનાવે તેમાં આદિવાસી માટે કોઈ પ્રોટોકોલના હોય. માલસામોટ ની હોળી હવે સરકારી હોળી બની ગઈ હોવાથી હવે બહાર અને ત્યાં ના આદિવાસી પણ આ નાટકો થી કંટાળી ગયા છે અને પહેલાં આખી રાત આદિવાસી ઓ નાચતો હતા હવે રાત્રે 12-1 વાગ્યે લોકો પોતાનાં ઘરે પાછા ફરી રહ્યા છે, જાે માલસામોટમા આમ જ સરકારી હોળી નું આયોજન થતું રહશે તો આદિવાસી સંસ્કૃતિ હોળી ની આગવી ઓળખ નષ્ટ થઈ જશે એવી ચિંતા વ્યક્ત કરી કરાઈ રહી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા