રાજપીપળા નજીક આવેલ બામલ્લા ખાતે સ્યુઈન્ગ ટેકનોલોજીના ટ્રેડની લેબનું લોકાર્પણ

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલોપમેન્ટ તેમજ ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત, રાજશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, બામલ્લા ખાતે આજ રોજ સ્યુઈન્ગ ટેક્નોલોજીના ટ્રેડની લેબનું લોકાર્પણ, સેનકા સમાજ કલ્યાણ સંસ્થા ના ટ્રસ્ટી એસ. એલ. શારદા દ્વારા કરવામાં આવ્યું છે. આ લેબમાં ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતી મશીનરી ઉપર બહેનોને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. તાલીમ બાદ સ્વરોજગારી માટે પૂર્ણ સમયનો આ ટ્રેડ, આ વિસ્તારમાં ખુબજ ઉપયોગી થાય તેમ છે. હાલ આ ટ્રેડ માં 28 બહેનો આજુબાજુના ગામોમાંથી આવે છે.
આ પ્રસંગે રાજશ્રી પોલીફિલ કંપનીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને ખંતપૂર્વક તાલીમ લઇ કુટુંબને ઉપયોગી થવા સમજ આપી હતી.આ સંસ્થા ખાતે એન.સી.વી.ટી પેટર્નના ફીટર, ઇલેક્ટ્રિશિયન તથા એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ તથા જી.સી.વી.ટી. પેટર્નના ટેક્સટાઇલને લગતા અભ્યાસક્રમો પણ ચાલે છે જેનો લાભ પણ આજુબાજુના ગામોના લોકો સુધી પહોંચાડવાની દિશામાં સંસ્થા કામ કરી રહી છે એમ ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)