દેડીયાપાડાના નાની બેડવાણ ગામે સિક્યોરિટી વગર ધણીધોરી વગર ચાલતું એટીએમ !

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાનું 1000 વસ્તી ધરાવતું નાની બેડવાણ ગામમાં એકમાત્ર એટીએમ છે. જે ગામ લોકો માટે આશીર્વાદ પુરવાર થયું છે. બેંક ઓફ બરોડા એટીએમ ગામમાં એક રૂમમાં 24 કલાક ખુલ્લું જ રહે છે. આ ઓપન એટીએમ જોઈને લોકો આશ્ચર્ય અનુભવે છે. આખો દિવસ પવનને કારણે અહીં દૂડ ઊડતી રહે છે.અહીં એસીની પણ કોઈ સુવિધા નથી કે ચોરી થાય તે માટે તેમાં સીસીટીવી કેમેરાની પણ કોઈ સુવિધા નથી ! લાઈટ નથી !લાઇટનુ કનેક્શન છે પણ બલ્બ ઉડી ગયા છે. નવો બલ્બ કોઈ નાખતું નથી ! આ રૂમને શટર છે અને એ કોઈ દિવસ બંધ કરતા જ નથી ! આખો દિવસ ખુલ્લું જ રહે છે. જો કે ગ્રામજનોના જણાવ્યા અનુસાર રાત્રે રાઉન્ડમાં નીકળતી જીઆરડીની જવાના આંટો મારવા આવે ત્યારે એટીએમના શટર બંધ કરી દે છે અને અડધી રાત્રે કોઈને ના ની જરૂર પડે તો કેટલાક ગ્રાહક જોઈને પાછા વળી જાય અથવા ખબર હોય તો જાતે શટર ખોલીને નાણા ઉપાડી જાતે બંધ કરી દે છે !
ખાટલે મોટી વાત એ છે કે ગ્રામજનોના જણાવ્યા અનુસાર અહી કોઈ સિક્યોરિટી ન હોવાથી આ એટીએમ ધણીધોરી વગરના બની ગયું છે. તેથી એટીએમ પર કોઈ સુરક્ષા જવાન હોતા નથી. આમા ખુલ્લા એટીએમ માંથી ચોરી થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. બેંક સત્તાવાળાઓ 24 કલાકની સિક્યોરિટી અને એટીએમની લાઇટની સુવિધા સાથે રાખે તેવી લોકોએ માંગ કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા