નર્મદા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણ નો રેશિયો રાજ્યના અન્ય જિલ્લાઓ કરતાં વધુ…

- ચાલુ વર્ષે નર્મદા માતા મરણ 10 નું પ્રમાણ અને બાળમરણ 350 નું પણ પ્રમાણ જોવા મળ્યું !
- જિલ્લા આરોગ્ય અધિકારી નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો કે.પી.પટેલે આપ્યો આંકડા.
- આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ સાથેની બેઠકમાં આંકડા જોઈને ચોંકી ઉઠેલા ડીડીઓ.
- લાલગુમ થયેલા ડીડીઓએ તબીબી અધિકારી ઓનો લીધો ઉગાડો.
- માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઘટાડવા જરૂરી પગલાં લેવા ડીડીઓએ કરી તાકીદ.
- આકસ્મિક ચેકિંગ દરમિયાન કોઇ અધિકારી અથવા કર્મચારી હેડક્વાર્ટર પર ગેરહાજર જણાશે તો તેમની પર શિક્ષાત્મક પગલાં લેવાની ચીમકી.
એસપી રેશનલ ડીસ્ટ્રીક તરીકે જાહેર થયેલ નર્મદા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણ નો રેશિયો રાજ્યના અન્ય જિલ્લાઓ કરતાં સૌથી વધારે જોવા મળ્યો છે, જેમાં ચાલુ વર્ષે નર્મદામાં માતા ધોરણ 10 નું પ્રમાણ અને બાળ મરણ નું 350 નું પ્રમાણ જોવા મળ્યું છે. આ સત્તાવાર આંકડા નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી એ લિખિત પરિપત્ર કરીને કબૂલાત કરતાં ચકચાર મચી જવા પામી છે. તાજેતરમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલ આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ સાથેની બેઠકમાં આંકડા આપતા ખુદ ડીડીઓ ચોંકી ઉઠ્યા હતા ! લાલ ગુમ થયેલા ડીડીઓએ તબીબી અધિકારીઓને બેઠકમાં ઉઘાડો લઇ નાખ્યો હતો અને એસ્પીરેશનલ ડીસ્ટ્રીક તરીકે જાહેર થયેલ નર્મદા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઘટાડવા જરૂરી પગલાં લેવા ડીડીઓએ અધિકારીઓને તાકીદ કરી હતી.
નર્મદા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણનો રેસિયો રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા વધુ આવ્યો હોવાનું ખુદ નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીએ લેખિત પરિપત્ર કરી કબુલ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણ પર કાબુ મેળવવા સરકારે કરોડો રૂપિયા ખર્ચો કરે છે. બીજી તરફ નર્મદા જિલ્લાને એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ જાહેર કરાયો છે, જેને લીધે આ જિલ્લામાં ફરજ બજાવતા તબીબોને અન્ય જિલ્લાના તબીબો કરતા મહેનતાણું પણ સરકાર વધુ આપે છે સાથે સાથે જિલ્લામાં પેહલા આરોગ્ય સ્ટાફ પણ ઓછો હતો જ્યારે અત્યારે એ પણ પૂરતો છે. તો કયા કારણોસર માતા મરણ અને બાળ મરણ નું પ્રમાણ વધી ગયું એ ચિંતાનો વિષય બન્યો છે. આ અંગે પૂછતાં નર્મદા જિલ્લાના એક પણ અધિકારીઓ માતા મરણ અને બાળ મરણ અન્ય જિલ્લા કરતા વધુ હોવાનું કબુલ્યું નથી .પણ નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે માતા મરણ 10 અને બાળ મરણ 350 થયા છે.
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી ડો. જીન્સી વિલીયમે જિલ્લા પંચાયત ખાતે જિલ્લાના આરોગ્ય અધિકારીઓ-કર્મચારીઓ સાથે એક બેઠક કરી હતી. એ બેઠકમાં નર્મદા જિલ્લામાં માતામરણ અને બાળમરણ રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા વધુ હોવા મામલે જિલ્લા વિકાસ અધિકારી લાલઘૂમ થયા હતા દરમિયાન એમણે તબીબી અધિકારીઓનો ઉધડો લીધો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. નર્મદા જિલ્લાના આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે.એમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઘણું વધારે છે, જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબત ઘણી ગંભીરતાથી લીધી છે.
તપાસ કરતા તેના કારણો એવા જાણવા મળ્યા હતા કે નર્મદા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ તથા કરાર આધારિત આરોગ્યકર્મીઓ સુરત, ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાથી અપ ડાઉન કરતા હોવાથી તેઓ સમયસર ફરજ પર હાજર થતા નથી તથા પૂરતો સમય ફરજ બજાવતા નથી.જેથી નર્મદા જિલ્લાની આરોગ્યલક્ષી કામગીરી પર ગંભીર અસર પડે છે.
તેથી ડીડીઓએ એવી ચીમકી આપી છે કે 26/1/2020 સુધી નર્મદા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓએ હેડ ક્વાર્ટર પર રહેવાની સગવડ ન હોય તો નજીકના વિસ્તારમાં ભાડે રહેવાની પણ સગવડ કરવી પડશે.એ બાદ જિલ્લા કક્ષાએથી આકસ્મિક ચેકીંગ હાથ ધરાશે, એ દરમિયાન જો સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી અથવા યોગ્ય કારણ વિના કોઈ અધિકારી અથવા કર્મચારી હેડક્વાર્ટર પર ગેરહાજર જણાશે તો એમની પર શિક્ષાત્મક પગલાં ભરાશે.
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી જીન્સી વિલીયમ્સ જણાવ્યું કે માતા મરણ-બાળ મરણના રેસિયા બાબતે કહી ન શકું પણ ગત વર્ષ કરતા ઘટ્યો છે.એસ્પીરેશનલ જિલ્લો છે, અમુક વિસ્તારમાં પ્રોબ્લેમ તો છે જ.અપ ડાઉન કરતા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર પર રહેવાની સૂચના મિટિંગમાં અપી છે.
નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીએ ડો. કે. પી. પટેલ એ જણાવ્યું હતું કે માતા મરણ-બાળ મરણનો રેસિયો વધારે નથી. ટ્રાયબલ અંતરિયાળ વિસ્તાર હોય એટલે એવું થોડું તો રહેવાનું જ.3-4 વર્ષમાં એ રેસિયો ઘટ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં માતા મરણ-બાળ મરણ અટકાવવા સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે. જેમાં ગુજરાત સરકારે નર્મદા જિલ્લામાં માતા મરણ-બાળ મરણ અટકાવવા જનની સુરક્ષા યોજના માટે 2,951,900 રૂપિયા, બાલ સખા યોજના માટે 97,4000 રૂપિયા, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ 3166996 રૂપિયા, ચિરંજીવી યોજના હેઠળ 254600 રૂપિયા તથા કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ 14144000 રૂપિયાનો ખર્ચ કર્યો છે. ત્યારે આ પ્રમાણે ચોંકાવનારુ અને ચિંતાજનક જરૂર કહેવાય.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા