દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો

Spread the love

રાજપીપળા,

દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આદિવાસી યુવાને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગત મુજબ મરનાર 46 વર્ષના આદિવાસી યુવાન જાતરભાઈ દમણિયાભાઈ વસાવા (રહે,રાલ્દા) પોતાના ખેતરમાં આવેલ મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી કોઈ કારણસર જાતે ગળેફાંસો ખાઇ લટકી જતા તેનું મોત નીપજયું હતું. આ અંગેની જાણ ગામના ઉબડિયાભાઈ દમણિયાભાઈ વસાવા દેડીયાપાડા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!