અમદાવાદના ગોતા નજીક ગોદરેજ ગાર્ડન સિટીમાં મોડીરાત્રે PGમાં રહેતા વિદ્યાર્થીઓએ મચાવ્યો આતંક

અમદાવાદના શહેરના જગતપુર સ્થિત ગોદરેજ ગાર્ડન સિટીમાં મોડીરાત્રે પીજીમાં રહેતા વિદ્યાર્થીઓએ આતંક મચાવ્યો હતો. વિદ્યાર્થીઓને સેલિબ્રેશન કરતા અટકાવતા સ્થાનિકો સાથે મારામારી કરી હતી. એક સાથે 100થી વધુ વિદ્યાર્થીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો. અને વીડિયો ઉતરતા રહિશોના મોબાઈલ પણ બેફામ બનેલા વિદ્યાર્થીઓએ છીનવી લીધા હતાં. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અમે વિદ્યાર્થીઓ પાસે માફીનામું લખાવ્યું હતું. તો આતંક મચાવનાર વિદ્યાર્થીઓ નિરમા યુનિવર્સિટીના હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. બીજી તરફ મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં બેફામ બનેલા વિદ્યાર્થીઓ જોઈ શકાય છે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)