અમદાવાદમાં યુવકની ધમકી બાદ પણ ફરિયાદી વૃદ્ધા તેના તાબે ન થતાં પૌત્રીને ઉઠાવી જવાની ધમકી આપી…!

અમદાવાદમાં યુવકની ધમકી બાદ પણ ફરિયાદી વૃદ્ધા તેના તાબે ન થતાં પૌત્રીને ઉઠાવી જવાની ધમકી આપી…!
Spread the love

અમદાવાદ વેજલપુર માં એક વિકૃત મગજના યુવકે તમારી પૌત્રી સાથે વાત કરાવો નહી તો હું દવા પીઇને મરી જઇશ અને તમને ફસાવી દઇશ તેવી ધમકી આપી હતી.જોકે, યુવકની ધમકી બાદ પણ  ફરિયાદી વૃદ્ધા તેના તાબે ન થતાં યુવકએ પૌત્રીને ઉઠાવી જવાની ધમકી આપી હતી. જેથી કંટાળીને વૃદ્ધાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વેજલપુર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાએ પોલીસ ફરિયાદ આપી છે કે, તેમના મોબાઇલ પર એક યુવકનો ફોન આવ્યો હતો. પોતે પાટણથી વિક્રમ ઠાકોર હોવાની ઓળખ આપીને તેમની પૌત્રી સાથે વાત કરવા માટે જીદ કરી. જોકે, વૃદ્ધાએ આ યુવકને ઓળખતા ન હોવાથી કહ્યું હતું કે, હવે ફોન કરતો નહીં.

અમારે તારુ કાંઇ કામ નથી. છતાં પણ આ યુવક માન્યો ન હતો. એટલું જ નહીં, આ યુવકે વૃદ્ધાને ધમકી આપી હતી કે જો તમે વાત નહી કરાવો તો હું દવા પીઇને મરી જઇશ અને મારી લાશ તમારા ઘરે આવશે. તમે બધા ફસાઇ જશો. વૃદ્ધાએ ફોન કટ કરી દેતા થોડીવાર બાદ ફરીથી યુવકનો ફોન આવ્યો હતો. અને કહેવા લાગ્યો હતો કે જો તમે તમારી પૌત્રી સાથે મારી વાત કરાવશો નહી તો હું કાલે તમારા ઘરે આવીને તેને ઉઠાવી જઇશ. વારંવાર ફોન પર અલગ અલગ ધમકીઓથી કંટાળીને વૃદ્ધાએ સમગ્ર ઘટનાની જાણ વેજલપુર પોલીસને કરી હતી. પોલીસે વૃદ્ધાનાં મોબાઇલ પર આવેલ નંબર પરથી વધુ તપાસ શરૂ કરી યુવકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!