બનાસકાંઠાના કોન્સ્ટેબલે 16 પેટી પકડાયેલો દારૂ બારોબાર સગેવગે કરી નાખ્યો…!!

બનાસકાંઠાના કોન્સ્ટેબલે 16 પેટી પકડાયેલો દારૂ બારોબાર સગેવગે કરી નાખ્યો…!!
Spread the love

ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધીના કાયદાનો કડકપણે અમલ કરાવવાનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસકર્મીઓનું છે. પરંતુ જો આ જ પોલીસકર્મી પોતાની ફરજ ચૂકે તો શું? અમીરગઢ પોલીસમથકના કોન્સ્ટેબલે દારૂની ગાડી તો ઝડપી પરંતુ આ દારૂ બારોબાર વેચી માર્યો હોવાનું બહાર આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ મથકના કોન્સ્ટેબલે દારૂ ભરેલી એક ગાડી ઝડપી લઈ ગાડીમાંથી પકડાયેલો દારૂ બારોબાર વેચી માર્યો હોવાનું બહાર આવ્યું છે આ કારનામું કરનાર પોલીસ કોન્સ્ટેબલનું નામ નરસિંહ નાગજી છે અને તેણે 16 પેટી દારૂ બારોબાર વેચી માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પીએસઆઈની ગેરહાજરીમાં દારૂની ખેપ કરી રહેલી કારને પોલીસ કર્મીએ ઝડપી હતી. ત્યારબાદ પકડાયેલા દારૂને બારોબાર સગેવગે કરી નાખ્યો હતો. દિવસની તપાસ બાદ પીએસઆઈએ કોન્સ્ટેબલ અને દારૂ ખરીદનારા બે વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો.

અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!