ઉપલેટા ગુજૅર ક્ષત્રીય કડીયા સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી

- દાદાનું પુજન,જ્ઞાતિસમુહ પ્રસાદ, આગેવાનોનુ સન્માન સહિતના કાયૅકમો યોજાયા
ઉપલેટા કડીયા સમાજની વાડી ખાતે દર વષૅની જેમ આ વષૅ પણ ગુજૅર ક્ષત્રીય સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ખુબજ ભકિતભાવ પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી સવારે શાસ્ત્રોવિધીથી વિશ્વકર્મા દાદાનું પુજન ત્યારબાદ જ્ઞાતિજનો વિશાળ હાજરી વચ્ચે જુનાગઢના મેયર સૌરાષ્ટ્ર કડીયા સમાજના રાહબર અને દાનવીર ધીરૂભાઈ ગોહિલ તથા તેમના સાથે ચુટાયેલા સમાજના બે મહિલા કોપરેટરો ભાનુબેન ટાંક,કંચનબેન જાદવ તથા સમાજના મંત્રી જેમને મદદનીશ તાલુકા વિકલ્પ અધિકારી તરીકે પ્રમોશન મળેલ છે એવા ધમૅશભાઈ મકવાણા અને આશિષભાઈ રાઠોડ ખેતીવાડી અધિકારી કલાસ-૨ પોરબંદર સમાજના આગેવાનોના હસ્તે શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવાની આવેલ આ તકે જુનાગઢથી આવેલ સમાજના આગેવાનો ગોરધનભાઈ ટાક,જે.કે.ચાવડા અશ્ર્વિનભાઈ જાદવ સહીતના આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સૌ જ્ઞાતીજનોએ એક પગંતે.બેસી પ્રસાદ લીધો હતો કાયૅકમ સફળ સંચાલન મનસુખભાઇ મકવાણા કરેલ અને આ ભગીરથ કાયૅને સફળ બનાવવા માટે પ્રમુખ પી.પી.ટાકના માગૉદશ હેઠળ હોદેદારો આગેવાનો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવેલ હતી.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)