રાજપીપળામાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા 1લી માર્ચે રશિયાના હોળી રમાશે

- વડોદરાથી ઈંદિરાબેટીજીના ભાઈ અને વૈષ્ણવ સંપ્રદાયના ગુરુ પ્રભુજી બાવાના સાનિધ્યમાં ફૂલો અને રંગો ઉડાડીને રસિયા હોળીની રમઝટ બોલાવશે.
- પુષ્ટિમાર્ગીય ઉત્સવ પરંપરા વસંતોત્સવ પર્વે વસંદપંચમી 40 દિવસ સુધી રંગોત્સવ બનાવવાની પ્રથા.
- વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઇને રંગો ઉડાડીને રસિયા હોલીના ગીતો ગાઈ નૃત્યગાન કરશે.
રાજપીપળામાં હોળી પર્વ એ વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ રશિયા હોળી રમવાનો રિવાજ છે જે મુજબ 1 લી માર્ચ રાજપીપળામાં દશા ખડાયતાની વાડીમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા રસિયા હોડી રમાશે જેમાં વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઇ ને ફૂલો અને રંગો ઉડાડીને કરશે આ પ્રસંગે વડોદરાના ઈંદિરાબેટીજીના ભાઈ અને વૈષ્ણવ સંપ્રદાયના ગુરુ પ્રભુજી બાવાના સાનિધ્યમાં આ પર્વ ઉજવાશે.
પુષ્ટિમાર્ગીય ઉત્સવ પરંપરામાં વસંતોત્સવ વિશેષ ધાર્મિક મહત્વ છે જેમાં વસંત પંચમી થી 40 દિવસ સુધી રંગોત્સવ બનાવવાની પ્રથા છે જેના ભાગરૂપે રાજપીપળા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઇ ફૂલો અને રંગો ઉડાડીને રશિયા હોળીના ગીતો ગાયન નૃત્યગાન સાથે હોળી ની રમઝટ બોલાવશે.
આ અંગે વૈષ્ણવ મહિલા લીનાબેન બક્ષી જણાવ્યું હતું કે બજારમાં રમતી રાધાકૃષ્ણની વ્રજની હોળી રમવાની પ્રાચીન અને પરંપરાને વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ એ જાળવી રાખી છે.હોળીના 40 દિવસ પૂર્વે વૈષ્ણવ સમ્પ્રદાયની મહીલાઓ ક્રુષ્ણ મંદિર, શેરીઓમા ક્રુષ્ણમય ભક્તિના રંગે રંગાઈ ને વ્રજની પરંપરા અનુસાર રસિયા હોળી રમીએ છીએ જેમાં તેમાં ભભુ ભક્તિનો રંગ ભેળવી રસિયાનું ગાન કરીને હોળીના ફાગણને વધાવીએ છીએ.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ ,નર્મદા