રાજપીપળામાં દાંડી રોપીને હોળી પર્વની શરૂઆત કરતા આદિવાસીઓ

રાજપીપળામાં દાંડી રોપીને હોળી પર્વની શરૂઆત કરતા આદિવાસીઓ
Spread the love
  • નર્મદામાં હોળીનો દાંડ રોપીને હોળી પર્વની શરૂઆત કરતા ની પરંપરા.
  • રાજપીપળામાં આ સ્થળે રાજપીપળા ની સૌથી મોટી હોળી રમાય છે.
  • જેમાં આખા નગરમાં બધી હોળી પ્રગટાવ્યા પછી રાત્રે 12 વાગ્યાથી તમામ સીડીના આદિવાસીઓ ભેગા મળીને હોળી પ્રગટાવે છે.

નર્મદા જિલ્લામા આદિવાસીઓની બહુધા વસ્તી છે અને આદિવાસીઓ હોળીનો તહેવાર મુખ્ય તહેવાર છે . હોળીના 15 -દીવસ પહેલા આદિવાસીઓ પરપરાગત રીતે ચોગાનમાં હોળીનો દાંડ રોપીને હોળી પર્વની શરૂઆત કરે છે . જેના અનુસંધાને રાજપીપળામા આદિવાસીઓ મોટી સંખ્યામા ભેગા થઇને મંત્રોચ્ચાર સાથે હોળીનો દાંડ રોક્યો હતો અને પારંપરિક પોષાકમાં સજ્જ થઈ વાજિંત્રો ઢોલ નગારા શરણાઈ વગાડીને હોળીના ગીતો ગાઈને હોળીનો દંડ અને હોળી પર્વની શરૂઆત કરી હતી.

આદિવાસી એકતા પરિષદ ના સંયોજક શાંતિ કર વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે અમે રાજપીપળા ખાતે 30 ફૂટ લામ્બો વાંસને સજાવીને વિધિવત પૂજન કરીને દાંડ રોપી ને હોળી પર્વ ની શરૂઆત કરી છે જેમાં આખા નગરમાં બધે હોળી પ્રગટાવ્યા પછી રાત્રે 12 વાગ્યાથી તમામ શેરડીના આદિવાસીઓ ભેગા મળીને હોળી પ્રગટાવીને આખી રાત ના જતન કરીને હોળીના ગીતો ગાયને કરવામાં આવે છે. અહીં આ દિવસોમાં જ યુવક-યુવતીઓની પસંદગી મેળા પણ યોજાય છે આદિવાસીઓની પરંપરા લુપ્ત ન થાય તે માટે કોડીનો દારૃ પીને હોળી પર્વ અને આદિવાસી સંસ્કૃતિ ને સજીવન કરાઈ છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ ,રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!