ડાંગનાં સુબીર તાલુકા પ્રમુખ યશોદાબેન રાઊત સામે થયેલ અવિશ્વાસની દરખાસ્ત નામંજુર

- ભાજપ શાસાસિત પાસે દશ સભ્યોની બહુમતી હોવાં છતાં કોગ્રેસનાં માત્ર છ જ સભ્યો છે
આહવા
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા પચાયતનાં પ્રમુખ સામે ઊપ્રમુપખ તેમજ અન્ય નવ સભ્યોએ અવિશ્ર્વાસની અરજી મુકી હતી આજરોજ થયેલ વિશ્વાસ મતમાં પ્રમુખ અવિશ્વાસની દરખાસ્ત નામંજુર થયેલ છે પાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા પચાયત માં 16 સભ્યોનું પીઠ બળ છે અગાઊ અઢી વર્ષ પ્રમુખપદ ભાજપનાં રાજેશ ગાવિતએ સતા સંભાળી હતી જે બાદ તાલુકા પચાયત પ્રમુખ તરીકે મહિલા પ્રમુખ યશોદાબેન રાઊત બન્યાં હતાં પરંતુ ભાજપ નાં તાલુકા પચાયતનાં ઊપ્રમુખ વસંનજીભાઈ કુંવરે પક્ષાંતરધારા હેઠળ પ્રમુખ યશોદાબેન ને પદ પરથી હટાવવા વિકાસ કમિશનરને અરજી કરી હતી તેની પ્રમુખ યશોદાબેનએ પણ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
હાઈકોર્ટ સ્ટે આપતાં યશોદાબેન પ્રમુખપદ પર યથાવત રહયાં હતા જે બાદ ઊપ્રમુખ વસંતનજીભાઈ તથા અન્ય સભ્યોએ નવ ભાજપી સભ્યો તા.24-01-2020 નાં રોજ અવિશ્ર્વાસની અરજી દાખલ કરી હતી જેમાં આજરોજ વિશ્ર્વાસ મત માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સભા યોજાઈ હતી જેમાં ભાજપે બે તૃતાંશ મત હાસિલ કરવાનાં હતાં તેની સામે પ્રમુખ યશોદાબેન સામે 11 બહુમતી સામે 10 મત પડયાં હતાં જયારે 6 મત તેમનાં પક્ષમાં પડયાં હતાં જેથી તેમનાં વિરુધ્ધ થયેલ અવિશ્ર્વાસની અરજી નામંજુર થઈ હતી.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)