સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરી કરતા ઈસમને ઝડપી ૬ વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

- વાહન ચોરી કરતી ગેંગના સાગરીતને પકડી પાડી ‘‘પોકેટ કોપ’’ ની મદદથી વાહન ચોરીના કુલ-૬ ગુન્હા શોધી કાઢતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ
સાબરકાંઠા જિલ્લામાં બનતા ચોરી તથા ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ અગાઉ બનેલ ચોરી તથા ઘરફોડ તથા વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સાબરકાંઠા પોલીસ વડા શ્રી. ચૈતન્ય મંડલીક સાહેબ એ શ્રી વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. ને સુચના આપેલ જે સુચના આધારે પો.સ.ઇ શ્રી જે.પી.રાવ તથા એલ.સી.બી. સ્ટાફના હે.કો. મો.સલીમ તથા પો.કો. પ્રકાશભાઇ તથા પો.કો. વિજયભાઇ તથા પો.કો. અનિરૂધ્ધસિંહ તથા પો.કો વિક્રમસિંહ તથા પો.કો. પ્રહર્ષકુમાર તથા પો.કો. દેવેન્દ્રસિંહ વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસો સાથે હિંમતનગર ટાઉન વિસ્તારમાં મહેતાપુરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે, ‘‘રાજસ્થાનની મો.સા. ચોરીઓ કરવાની ટેવ વાળો રાજેશ ઉર્ફે રાજુ મગનભાઇ પરમાર રહે.સરેરા (મહુવાલ), તા.ખેરવાડા, જી.ઉદેપુર વાળો નંબર પ્લેટ વગરની ચોરીની હીરો સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ સાથે ઇડરથી હિંમતનગર તરફ આવી રહેલ છે.”
જે બાતમી આધારે ધાણધા ફાટક પાસે આવી શંકાસ્પદ મો.સા.ઓની વોચમાં હતા દરમ્યાન ઉપરોકત બાતમી મુજબની નંબર વગરની મો.સા. લઇને એક ઇસમ ઇડર તરફથી આવતા તેને રોકી લઇ આ ઇસમનુ નામઠામ પુછતા મો.સા.ચાલક ઇસમ પોતે રાજેશ ઉર્ફે રાજુ મગનભાઇ પરમાર રહે.સરેરા (મહુવાલ), તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનું જણાવતા આ ઇસમ પાસેની મો.સા. જોતાં નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ જેનો એન્જીન નંબર HA10ELCHG16892 તથા ચેચીસ નંબર MBLHA10ASCHG17204 હોઇ સદરી ઇસમ પાસે સદર મો.સા.ના આર.ટી.ઓ. પાસીંગ તથા માલીકી અંગેના આધાર પુરાવા માંગતા કોઇ સંતોષકારક હકીકત જણાવતા ન હોઇ આ મો.સા.ના એન્જીન નંબર તથા ચેચીસ નંબર આધારે ઉપલ્બધ સોફ્ટવેર તથા મોટર સાયકલ ચોરીઓના ગુન્હાઓના રેકર્ડ આધારે તથા પોકેટ કોપની મદદથી તપાસ કરતા સદર મોટર સાયકલ વડાલી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં-૫૭/૨૦૨૦ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામના ચોરીમાં ગયેલ હીરો સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ નંબર GJ-09-CH-3532 નો હોવાનુ જણાઇ આવેલ છે.
જેથી આ મોટર સાયકલની કિં.રૂ. ૧૦,૦૦૦ ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ વધુ તપાસ અર્થે કબ્જે કરી સદર આરોપી રાજેશ ઉર્ફે રાજુ મગનભાઇ પરમાર ઉ.વ.૨૧ રહે.સરેરા (મહુવાલ), તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાનને વડાલી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં-૫૭/૨૦૨૦ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(એ) મુજબ ક.૧૨/૩૦ વાગે અટક કરી તેની પુછપરછ કરતા તેણે તેની પાસેથી પકડાયેલ છે. તે સીવાય અન્ય મોટરસાયકલ ચોરીના ગુન્હાઓ તેના સાગરીત (૧) રીતીશેક મગનભાઇ પરમાર રહે.જોહલવટા ફલા, સરેરા (કણબઇ), તા.ખેરવાડા, જી. ઉદેપુર (રાજસ્થાન) તથા (૨) પન્નાલાલ દલજી પરમાર રહે.મહુવાલ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (રાજસ્થાન) તથા (૩) પુનમ મગનભાઇ પરમાર રહે. મહુવાલ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (રાજસ્થાન) તથા (૪) કલ્પેશ રતનલાલ પરમાર રહે. મહુવાલ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (રાજસ્થાન) નાઓની સાથે મળી કરેલાની કબુલાત કરી તે ગુનાઓ પૈકીની કેટલીક મોટર સાયકલો તેના પોતાના ઘરે સરેરા મુકામે છુપાવી રાખેલાની કબુલાત કરતા કુલ મોટર સાયકલ નંગ –૬ કિં.રૂ.૧,૨૨,૦૦૦ની કબ્જે કરેલ છે. આમ સાબરકાંઠા એલ.સી.બી.એ વણશોધાયેલ વાહન ચોરીના વધુ ૬ ગુન્હા શોધવામાં સફળતા મેળવી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)